Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ટંકારાના સરાયામાં સાંઢડાદાદાના મંદિરે ભવ્‍ય પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ-૧૧ કુંડી મહાયજ્ઞ

(હર્ષદરાય કંસારા)ટંકાર,તા.૨૩ : ટંકારા તાલુકાના સરાયા ગામે  તા. ૨૪ તથા ૨૫ ના રોજ સાંઢડા દાડા ના મંદિરે સ્‍લોગન પરિવાર દ્વારાભવ્‍ય  પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ તથા ૧૧ કુંડી મહાયજ્ઞ યોજાશે.

ગામે ગામ તથા અનેક સ્‍થળોએ દેવી દેવતાઓના મંદિરો બને છે અને તેની -ાણ પ્રતિષ્‍ઠા કરવામાં આવે છે પરંતુ ટંકારા તાલુકાના સરાયા ગામે ગાયોને રક્ષા કાજે શહીદ થયેલ એક ધણખૂટના પાળીઆ ની  જગ્‍યાએ સ્‍લોગન પરિવારે મંદિર બનાવી તેમાં પ્રાણ પ્રતિષ્‍ઠા કરાશે.

ટંકારા તાલુકાના   સરાયા ગામે સ્‍લોગન પરિવાર દ્વારા ભવ્‍ય પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ તથા ૧૧ કુંડી મહાયજ્ઞ આયોજન કરેલ છે તેમાં આચાર્ય પદે પ્રશાંતભાઈ શાષાી મોરબી વાળા રહેશે. તારીખ ૨૪ ના રોજ ગણપતિ પૂજન સ્‍થાપિત દેવ પૂજન જલ યાત્રા તથા શોભાયાત્રા યોજાશે. તા. ૨૪ ગુરુવાર રાત્રે ભજનીક  કોકીલ કંઠી અલ્‍પાબેન પટેલ તથા ગામઠી હાસ્‍ય કલાકાર હિતેશભાઈ અંટાળા રાત્રિના ભજન સંધ્‍યા રજૂ કરશે.

તારીખ ૨૫ ના રોજ પૂજન  પ્રાણ પ્રતિષ્‍ઠા અને પુર્ણાહુતી હોમ તથા સાંજે મહા આરતી અને મહાપ્રસાદ યોજાશે.

  સ્‍લોગન પરિવાર દ્વારા સાંઢડા દાડાના પાળીયાનો જીર્ણોદ્ધાર કરી મંદિરનું નિર્માણ કરી ઇતિહાસ ઉજાગર કરેલ છે.

  ઇતિહાસ : ગામે ગામ અનેક ખાંભીઓ, પાળીયાઓ  તથા સ્‍મારક આપણે જોયા હશે આ મહાવીરોએ પોતાના ગામ દેશ ભૂમિ બેન દીકરી તથા ગાય માતાને રક્ષા માટે પોતાનું બલીદાન આપી  રક્ષા કરતા શહીદ થયા છે  આવા અમર શહીદોનો ઇતિહાસ  સુવર્ણ અક્ષરે લખાયેલ છે. સરાયામાં ગૌરક્ષા માટે શહીદ થયેલ ધણખૂટની વાત છે, ઇતિહાસ છે.

  વર્ષો અગાઉ રાજાશાહી સમયમાં સરાયા ગામ એક નાનકડો નેસડો હતો ત્‍યાં ખેડૂતોને પશુપાલકો રહેતા હતા અને ગાયો રાખી પોતાનું જીવન ગુજારતા હતા એક દિવસ ધણ ચોકમાં ગામની ગાયોને  ગોવાળ  એકઠી કરતો હતો ત્‍યારે  લૂંટારુ ઓએ ખુલ્લી તલવાર સાથે આવી ગાયોના  ધણને લૂંટી જતા હતા ત્‍યારે ગોવાળે સામનો કરતા તે શહીદ થયેલ. ત્‍યારે  આ ગાયોના ધણ સાથે સાંઢ , ધણખૂટ હતો .આ ધણખૂટે  લૂંટારૂઓ ઉપર હુમલો કરી ભગાડેલ, લૂંટારૂઓ એ જતા જતા  સાંઢ ઉપર તલવારના ઘા મારેલ. પોતાના છેલ્લા શ્વાસ સુધી લડી લુટારુઓનો સામનો કરેલ. અને ધણખૂટે ગાયોની રક્ષા કાજે શહીદ થયેલ. તે સ્‍થળે ગ્રામજનો એ સાંઢડા દાદા ને સમાધિ આપી અને પૂજે છે અને માનતા રાખે છે .

  સ્‍લોગન પરિવાર આ જગ્‍યા નો જીર્ણોદ્ધાર કરી ભવ્‍ય મંદિર બનાવી પ્રાણ પ્રતિષ્‍ઠા કાર્યક્રમનું આયોજન કરેલ છેઅને ઈતિહાસ ને ઉજાગર કરેલ છે.

(11:49 am IST)