Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ધોરાજીમાં રાા લાખથી વધુ મતદાર સ્‍લીપનું વિતરણ

રાજકોટ : વિધાનસભા સામાન્‍ય ચુંટણી નજીક આવી રહી છે ત્‍યારે ૭પ ધોરાજી વિધાનસભા મત વિસ્‍તારના ચુંટણી અધિકારીશ્રી જે.એન.લીખીયાના માર્ગદર્શન હેઠળ વિધાનસભા ચુંટણીને અનુલક્ષીને ધોરાજીમાં ર.પ૦ હજારથી વધુ મતદારો માહિતી સ્‍લીપનું વિતરણ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.આ અંગે વધુ વિગતો આપતા નાયબ મામલતદાર તેજસભાઇ પંચાસરાએ જણાવ્‍યું હતું કે ૭પ ધોરાજી મતક્ષેત્રમાં ૧,૩૮,૭૩૩ પુરૂષ મતદારો, ૧,ર૯,૭૮૦ મહિલા મતદારો ૧ થર્ડ જેન્‍ડર મતદારો મળીને કુલ ર,૬૮,પ૧૪ મતદારો નોંધાયેલા છે. બુથ લેવલ ઓફિસર દ્વારા ઘરે ઘરે જઇને નાગરિકોને મતદાર માહિતી સ્‍લીપ આપવામાં આવી રહી છે.  વિતરણની આ કામગીરી રપમી નવેમ્‍બર સુધી ચાલશે.

(11:37 am IST)