Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ચોરવાડનો દીકરો ભાજપ ધારાસભ્‍ય બને તેમાં મને કોઈ વાંધો હોય શકે નહી : રાજેશ ચુડાસમા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૩: જુનાગઢના સાંસદ ચોરવાડમાં જાહેર સભા કરી રહેલ હતા ત્‍યારે તેમને જાહેરસભામાં બોલેલ કે, ચોરવાડનો દીકરો ધારાસભ્‍ય બને તેમાં મને કોઈ વાંધો હોય નહી તેવો વીડીયો વાઈરલ થતા અનેક પ્રત્‍યાધાત પડેલ હતા જેની સ્‍પષ્‍ટતા કરવી પડેલ હતી.

જુનાગઢ જીલ્લાના સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ તાજેતરમાં ગીર સોમનાથમાં એક સભા માં એવું જણાવેલ હતું કે જ્ઞાતિવાદને લઈને સમાજને મોટી નુકશાની જઈ રહી છે આ વખતે તમામ વિધાનસભા ઉપર જો જ્ઞાતિજનો ભાજપ મત નહી આપે તો રાજકીય રીતે મોટી નુકશાની જશે બેધારી નીતી માં ચાલનાર આગેવાનોકાર્યકરોમાટે હંમેશા મારી ઓફીસ બંધ રહેશે તેવો વીડીયો વાઈરલ થયેલ હતો તેનો આ ઈશારો સોમનાથ વિસ્‍તારના ધારાસભ્‍ય ઉપર હતો.

ચોરવાડમાં તા.ર૧ના રોજ રાત્રે સભા હતી ત્‍યારે માળીયા માંગરોળ વિસ્‍તારમાં ટીકીટ માંગનાર ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ મંથન હીરાભાઈ ડાભીને ટીકીટ મળેલ ન હોય જેથી સ્‍થાનીક ભારે રોષ ભભુકતો હતો તેમાં રાજેશ ચુડાસમાએ જણાવેલ હતું કે ચોરવાડ નો દીકરો ભાજપ માં ધારાસભ્‍ય બને તો ખુબ ખુશીની વાત છે હું પાર્લામેન્‍ટ્રી બોર્ડ માં છું અને તેમને ટીકીટ મળેલ નથી જેથી શહેરમાં ભારે રોષ છે સ્‍પષ્‍ટતા કરી કે ભાજપ પક્ષમાંથી કોઈપણ હોદો ચોરવાડના દીકરાને મળે તેમાં અમે સૌથી આગળ હોઈએ છીએ બોલતો વીડીયો વાઈરલ થયેલ હોય જેમાં અવડો અર્થ થઈ જતારાજકીય પ્રત્‍યાધાત જુદા પડતા હોય પક્ષ ને મોટી નુકશાની થતી હોય તેથી સાંસદ દ્રારા આ સ્‍પષ્‍ટતા થયેલ હતી.

(11:35 am IST)