Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ધ્રોલ પાસે ટ્રક-કાર વચ્‍ચે અકસ્‍માતઃ૪ ને ઇજા

સેન્‍ટ્રોકારનો બુકડો બોલી ગયોઃ કટર વડે કારને કાપીને ફસાયેલા ઇજાગ્રસ્‍તોને હોસ્‍પિટલે ખસેડાયા

તસ્‍વીરમાં અકસ્‍માતગ્રસ્‍ત વાહનો તથા લોકોના ટોળા નજરે પડે છ.ે (તસ્‍વીરઃ અહેવાલ- હસમુખરાય કંસારા-સંજય ડાંગર-ધ્રોલ)(૬.૧૭)

ધ્રોલ તા.ર૩ : રાજકોટ-જામનગર હાઇવે ેરોડ ઉપર આજે સવારના ૮-૪પ વાગ્‍યે માર્કેટીંગ યાર્ડ પાસે ટ્રક અને સેન્‍ટ્રોકારનો અકસ્‍માત સર્જાતા સાન્‍ટ્રો કારનો બુકડો બોલી ગયો હતો. સેન્‍ટ્રોકારમાં બેઠેલા ચાર લોકોને બહાર કાઢવા માટે ગાડીને કટર વડે કાપીને તમામને બહાર કાઢેલ હતા અને ધ્રોલ હોસ્‍પિટલ ખાતે ખસેડયામાં આવેલ.

ધ્રોલ તાલુકાના ખારવા ગામે હડીયાણા ગામથી, વેપારી, ગામે આ કાનાણી પરિવાર ગઇકાલે આવેલ હતો  જે આજે સવારે હડીયાણા જવા નીકળેલ ત્‍યારે મોટર કારે આગળ જતી ટ્રકને ઓવરટેક કરી આગળ જવા પ્રયત્‍ન કરવા સામેથી રીક્ષા આવતા મોટર કારની સ્‍પીડ ઘટી જતા પાછળ આવતા ટ્રકના બમ્‍પર વડે ઠોકર લાગતા મોટરકાર નજીકના ડીવાઇડર સાથે અથડાઇને બુકડો બોલી ગઇ હતી.

કારમાં બેઠેલા નરોતમ ભગવાનજી રાનાણી ઉ.વ. પપ, મનસુખ તરસી કાનાણી ઉ.વ. પપ, સુધાબેન મનસુખભાઇ કાનાણી ઉ.વ. પ૩, નીખીલ મનસુખભાઇ કાનાણી ઉ.વ. ર૦ ને તાત્‍કાલીક ધ્રોલ હોસ્‍પીટલ ખાતે ખસેડેલ જેમાં નાની મોટી ઇજાઓ સિવાય કોઇ મોટી ગંભીર ઇજાઓ થયેલ નહીં માત્ર સુધાબેનને હાથના કાંડામાં ફ્રેકચર થયેલ હોવાનું જાણવા મળેલ છે. વધુ સારવાર માટે રાજકોટની સેલસ હોસ્‍પીટલ ખાતે જવા રવાના થયેલ છે.

સાન્‍ટ્રો નં. જીજે૦૩ ડીએન૦ ૩૪૧, ટ્રક નં. આરજે-ર૦ જી.બી. ૦૧૮૪ રાજકોટથી જામનગર મારબલ ભરીને જતો હતો અકસ્‍માત સર્જાતા ટ્રક-ડ્રાયવર નાસી ગયેલ. આ બનાવ અંગે તાત્‍કાલીક સ્‍થાનીક પોલીસે કાર્યવાહી હાથ ધરી ને તપાસ હાથ ધરેલ છે. આ ગમખ્‍વાર અકસ્‍માતમાં ચાર શખ્‍સો સહિત મોટર કારનો બુકડો બોલી ગયેલ તેમ છતાં સદ્દનસીબે બચી ગયેલ તેમજ કોઇ મોટી ઇજાઓ થયેલ નથી. તેથી ‘‘રામ રાખે તેને કોણ ચાખે'' તે વાતને સમર્થન મળેલ છે.

(11:33 am IST)