Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ચોરવાડ નગરપાલિકામાં બેના રાજીનામાઃ ભાજપમાં જોડાયા

વેરાવળ, તા.૨૩: ચોરવાડ નગરપાલિકામાં કોંગે્રસના બે સભ્‍યોએ અચાનક રાજીનામા આપી ભાજપમાં જોડાય જતા ખળભળાટ વ્‍યાપેલ છે હજુ પણ વધારે ભંગાણ પડે તેવી શકયતાઓ હોવાનું જાણકારોએ જણાવેલ હતું.

ચોરવાડમાં વર્ષોથી કોગ્રેસ શાસીત નગરપાલિકા છે ર૪ સભ્‍યોમાંથી ૧૭ સભ્‍યો કોંગ્રેસના, ૭ સભ્‍યો ભાજપના છે બે તેમાંથી કોંગે્રસના હીરાભાઈ સરમણભાઈ વાઢેર,ધીરૂભાઈ સામતભાઈ ડાભી એ અચાનક તમામ હોદા ઉપર રાજીનામા આપી દેતા ભારે ખળભળાટ વ્‍યાપેલ છે આ બન્‍ને સભ્‍યોએ ભાજપમાં જોડાય ગયેલ છે વર્ષોથી બહુમતી ધરાવતી કોંગ્રેસ નગરપાલિકામાં અચાનક ભંગાણ પડતા દોડધામ મચેલ હતી હજુ પણ વધારે ભંગાણ પડે તેવી શકયતા હોવાનું સ્‍થાનીકોએ જણાવેલ હતું.

(11:29 am IST)