Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

જસદણમાં અમિતભાઇ શાહનું ૧૩ વર્ષ બાદ આગમન

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા. ૨૩ : ભારતના ગૃહ મંત્રી અમિતભાઇ શાહ આજે જસદણ આવી રહ્યા છે આ અગાઉ તેઓ ૧૩ વર્ષ પહેલાં જસદણ આવ્‍યા હતા.

અમિતભાઇ શાહ ગુજરાત સરકારના વાહન વ્‍યવહાર, પોલીસ આવાસ, ગૃહ, નશાબંધી અને આબકારી સહિતના વિભાગોના મંત્રી હતા ત્‍યારે તારીખ૯૧૧૨૦૦૯ ના રોજ તેઓ જસદણ ખાતે આવ્‍યા હતા અને ત્‍યારે તેમણે જસદણના નવનિર્મિત નવા બસ સ્‍ટેશનનું લોકાર્પણ કર્યું હતું. જસદણના નવા બસ સ્‍ટેશનના પટાંગણમાં લોકાર્પણ પણ બાદ જાહેર સભા પણ યોજાની હતી. જેમાં અમિતભાઇ શાહે સંબોધન કર્યું હતું. આ ઉપરાંત જસદણ પોલીસ સ્‍ટેશન નજીક બનાવવામાં આવેલા પોલીસ સ્‍ટાફ ક્‍વાર્ટર તેમજ જસદણ પોલીસ સ્‍ટેશનનું લોકાર્પણ કર્યું હતું.

આ સમારોહમાં જસદણનાં તત્‍કાલીન ધારાસભ્‍ય ડો. ભરતભાઈ બોઘરા તેમજ રાજકોટના ધારાસભ્‍ય અનેᅠ ઉર્જા મંત્રી ગોવિંદભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.ᅠ બરાબર ૧૩ વર્ષ બાદ અમિતભાઇ શાહ ફરી વખત આજે જસદણ આવી રહ્યા છે.ᅠ ૧૩ વર્ષ પહેલા તેઓ ગુજરાત સરકારના ગૃહ મંત્રી તરીકે જસદણ આવ્‍યા હતા જયારે આજે તેઓ ભારત સરકારના ગૃહ મંત્રી તરીકે જસદણ આવી રહ્યા છે.

(11:28 am IST)