Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

આ મકાન અને દુકાન પડાવી લેવાના છે તેમ કહી દુધરેજમાં પિતા-પુત્રને માર્યા

વઢવાણ,તા. ૨૨ : દુધરેજ વહાણવટીનગરમાં રહેતા,અને કરીયાણાની દુકાને ચલાવતા વિશાલભાઈ લાલજીભાઈ ગૈરયા પોતાની દુકાન વેપાર કરી રહ્યા હતા. ત્‍યારે તેમની દુકાને સીગારેટ લેવા આવેલ માનાભાઈ મનાભાઈ ભાટીએ સીગારેટ લઈ વિશાલભાઈને કહેલ કે, આ મકાન તથા દુકાન મારા દાદા જગામલભાઈ અણદાભાઈની છે. તે મકાન તથા દુકાન તમારી પાસેથી પડાવી લેવાના છે, તમારે રહેવું હોય તેમ રહે જો, તેમ કહી ધમકી આપી હતી. થોડીવાર પછી વિશાલભાઈ અને તેમના પિતા ઘરેથી બહાર નીકળ્‍યા ત્‍યારે માનાભાઈના કુટુંબી મુનાભાઈ બહાદુરભાઈ તથા ભગાભાઈ ખોડાભાઈ ત્‍યાં આવેલા અને લાકડાનાં ધોકા, લોખંડનાં પાઈપ વડે પિતા-પુત્ર ઉપર હુમલો કરી બન્ને ઈજા પહાંચાડી હતી. વિશાલભાઈનાં માતા,બહેન, પાડોશીઓ આવી જતા આ શખ્‍સો આજે તો બચી ગયા, હવે પછી મળશો તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી જતા રહ્યા હતા. આ અંગે વિશાલભાઈએ માનાભાઈ મનાભાઈ ભાટી, મુનાભાઈ બહાદુરભાઈ અને ભગાભાઈ ખોડાભાઈ સામે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.ᅠᅠ

છ ડમ્‍પરો કબ્‍જે

થાન પંથકમાં વિજચોરીની વ્‍યાપક ફરિયાદો ઉઠતા ભુસ્‍તરશાસ્ત્રી બારોટની સુચનાથી ચોટીલા-થાન રોડ ઉપર આકસ્‍મીક ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું.ᅠ

જેમાં છ ડમ્‍પરો ઝડપાઈ ગયા હતા. તંત્ર વાહકોએ ઝડપેલા ડમ્‍પરો પૈકી ડમ્‍પર નંબર જી.જે.-૩૬-ટી-૮૦૮૩માં ૪૫.૨૫૦ મે.ટન, જી.જે.-૧૩-એએક્‍સ-૦૦૦૧માં ૫૬.૫૨૦ ટન, તથા જી.જે.-૧૩-એડબલ્‍યુ-૯૧૨૧માં ૩૬.૭૮૦ મે.ટન સિલિકા સેન્‍ડ ભરેલ હોવાનું જાણવા મળે છે.

જયારે ડમ્‍પર નં.જી.જે.-૩-એટી-૩૩૬૯માં ૩૫.૦૯ મે.ટન સિલિકા સેન્‍ડ હોવાનું જાણવા મળે છે અન્‍ય બે ડમ્‍પરો નંબર જી.જે.-૧૩-એક્‍સ-૫૧૮૨ અને જી.જે.-૦૩-બીવાય-૮૨૮૭માં ભરેલ ખનીજનું વજન કરવાની કાર્યવાહી ચાલી રહી છે. પણ ખનીજ વિભાગે તમામ ડમ્‍પરો મુદ્દામાલ કબ્‍જે કરીને ચોટીલા પોલીસ સ્‍ટેશનમાં મુકાવેલ હોવાનું જાણવા મળે છે.

 

(10:57 am IST)