Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ગોંડલ -જામજોધપુર પંથકમાં ધાડ પાડનાર આઠ વર્ષથી ફરાર પરપ્રાંતિય ઝડપાઇ ગયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨૨ : આજથી આઠ વર્ષ પહેલા આશરે સાતેક જેટલા ધાડપાડુઓએ સાથે મળી જામજોધપુરના પરડવા ગામની વાડી વિસ્‍તારમાંથી લાકડાના ધોકા વડે ફરીયાદીને ગંભીર ઇજા કરી ઘરમાંથી સોનાના ઘરેણા લુંટી ધાડ પાડેલ હોય તેમજ ગોંડલ તાલુકા વિસ્‍તારમાં એ જ મોડસ ઓપરેન્‍ડીથી કરેલ ગુનાઓમાં છેલ્લા આઠ વર્ષથી નાસતા-ફરતા (લીસ્‍ટેડ) આરોપીને મધ્‍યપ્રદેશ ખાતેથી જામનગર પેરોલ ફર્લો સ્‍કવોડએ પકડી પાડેલ છે.

પોલીસ સ્‍ટાફના ગોવિંદભાઇ ભરવાડ, સલીમભાઇ નોયડા, ભરતભાઇ ડાંગર, કાસમભાઇ બ્‍લોચ, નાઓને મળેલ બાતમી મુજબ જામજોધપુર પો.સ્‍ટે. ફર્સ્‍ટ ગુના રજી નં. ૫૯/૨૦૧૪ ઇ.પી.કો કલમ ૩૯૫-૧૧૪ તથા રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના ગોંડલ તાલુકા પો.સ્‍ટે. ગુ.ર.નં. ૧૫૪/૨૦૧૪, ઇ.પી.કો.ક. ૩૯૫,૩૨૩ મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી પુનમસિંહ બુસાભાઇ પણદા રહે. માછલીયા જી.ધાર, મધ્‍યપ્રદેશ વાળાને મધ્‍યપ્રદેશના મછલીયા ઘાટેથી પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ જામનગર સીટી એ ડીવી. પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપેલ છે.

આ કામગીરી પેરોલ/ફર્લો સ્‍કવોડના પો.સ.ઇ. એલ.જે.મિયાત્રા તથા પો.હેડ કોન્‍સ. લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્‍દ્રસિંહ જાડેજા, રણજીતસિંહ પરમાર તથા પો.કોન્‍સ. મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્‍દ્રસિંહ વૈષ્‍ણવ, હેડ કોન્‍સ. અરવિંદગીરી ગોસાઇ તથા એલ.સી.બી.ના હેડ કોન્‍સ. નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્‍સ. બળવંતસિંહ પરમાર નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

(10:56 am IST)