Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

જૂનાગઢ : પુરા પેન્‍શન માટે રાહ જોતા કર્મચારીઓને અફવાઓ સામે સાવધ રહેવા અપીલ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૨૩ : દશભરમાં સમાન લઘુત્તમ વેતન ધારાની જેમ જ પેન્‍શનરોને માનભેર જીવન જીવાય તે માટે પૂરતું પેન્‍શન આપવાની લાંબા સમયથી માંગ ચાલી રહી છે, ઇપીઅફ-૯૫ આધારિત સ્‍કીમ ના ૬૫ લાખ પેન્‍શનરોને પૂરું વેતન મળે તે માટે સરકાર દ્વારા સિદ્ધાંતિક નિર્ણય લેવાયો છે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી, ગળહમંત્રી અમિતભાઈ શાહ સહિતના નેતાઓએ પેન્‍શનરોને પૂરું પેન્‍શન મળે તે માટે વ્‍યવસ્‍થાના સકારાત્‍મક અભિગમ અપનાવ્‍યા છે અને આ મુદ્દે વહીવટી પ્રક્રિયા ચાલુ છે ત્‍યારે પેન્‍શન વધારામાં વિલંબ થતાં કર્મચારીઓની ધીરજ ખૂટી હોય ત્‍યારે પેન્‍શનરોની આ મજબૂરીનો ગેરલાભ લઈ કેટલાક તત્‍વો અને સંગઠનો સરકારમાં રજૂઆત અને પૂરતું પેન્‍શન અપાવી દેવાની લાલચ આપીને ફંડ ફાળા કરતા હોવાની ફરિયાદો ઉઠી છે.

ઈપીએફ ૯પ આધારિત પેન્‍શનરોને પૂરું પેન્‍શન મળી રહે તે માટે કચ્‍છ કાઠીયાવાડ ગુજરાત પેન્‍શન કર્મચારી મંડળ અને મધુર સોશ્‍યલ ગ્રુપ દ્વારા કેન્‍દ્ર સરકાર સુધી અસરકારક રજૂઆત કરી છે અને સરકારે પૂરું પેન્‍શન આપવા માટે સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે, ત્‍યારે સંગઠનના પ્રમુખ સલીમભાઈ ગુજરાતી અને ઉપપ્રમુખ મહેન્‍દ્રભાઈ દવે અને અમિષભાઈ ગોસાઈ એ અપીલ કરી છે કે સરકારે પૂરુ પેન્‍શન આપવાનો નિર્ણય કર્યો છે,અમલ ટૂંક સમયમાં શરૂ થશે. તમામે ધીરજ રાખી અને કોઈ સંગઠન કે આગેવાનોની વાતમાં આવીને ફંડફાળા આપવા નહીં. પેન્‍શનરોને પૂરતી પેન્‍શન આપવાનો નિર્ણય અને તેનો અમલ માત્ર કેન્‍દ્ર સરકાર કરી શકે તે માટે કોઈ સંગઠનકે એસોસિયેશનની વગ કયારે ચાલે જ નહીં. આ મુદ્દો સરકારે ગંભીર વિચારણા હેઠળ લીધો છે અને ટૂંક સમયમાં જ તેનો ઉકેલ આવશે તેવો આશાવાદ સલીમભાઈ ગુજરાતી વ્‍યકત કર્યો છે.

(10:39 am IST)