Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

જૂનાગઢના રત્‍નાબાપા ઠુમરે ૧૦૩ વર્ષની વયે મતદારોને મતદાન કરવા કરી અપીલ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૨૩ : સત્‍ય નિષ્ઠા અને મૂલ્‍યોને વરીને રાજનીતિમા પ્રેરણાદાયી જાહેરજીવન કરી ચૂકેલા સો વર્ષની ઉંમર પૂર્ણ કરનાર જિલ્લાના બીલખા ગામે રહેતા રત્‍નાભાઇ ઠુમ્‍મરે જિંદગીના આખરી પડાવે પણ લોકશાહીનાં મહાપર્વ એવી સાંપ્રત સમયની વિધાનસભાની આવનાર સામાન્‍ય ચુંટણીમાં મતદાન કરવા અનુરોધ કર્યો છે.

રત્‍નાભાઇ ઠુમર ૧૦૩ વર્ષની આયુ ધરાવે છે. જન્‍મપુર્વે પિતળ છત્ર ગુમાવનાર રત્‍નાભાઇનો ઉછેર માં જીવીબાએ પોતાનાં મોસાળ એવા ઉમરાળા ગામે કર્યો હતો. કઠીન પરીસ્‍થિતીનો સામનો કરતા કરતા ખેડુતોનાં પ્રશ્‍નોને વાચા આપવાની વાત સાથે ખેડુતોનું નેતળત્‍વ કરી જાહેર જીવનમાં પંચાયતથી વિધાનસભ્‍ય સુધીની સફર તેમણે ખેડી હતી. ઘોડા પર બેસી ગામે-ગામ જઇ લોકોનાં સુખ-દુખમાં સહભાગી બનતા. જન જન સુધી સેવેદનાત્‍મક નાતો બાંધી મુલ્‍યનિષ્ઠ રાજનીતિ કરનાર રત્‍નાભાઇ ઠુમર તેમનાં જીવનનાં આદર્શ સિધ્‍ધાંતોને વરીને આજેય નિરામયી જીવન જીવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પોતાની સ્‍વનીધિ ઉપાર્જન માટે રાખેલ જમીનમાંથી થતી આવક તેઓ પોતાની માતાનાં નામે ગરીબ બાળકોનાં વિદ્યાભ્‍યાસ, વીધવાસ્ત્રીઓનાં અર્થિક સહયોગી બનવા, ગૌશાળાની ગાયોને ચારો, કોરોના જેવી મહામારી વેળાએ રાહતનીધી સહાય, સૈનીક વેલ્‍ફર ફંડ જેવી અનેક સહાય તેઓ કરતા રહે છે. પોતાની જાહેર જીવનની સફર દરમ્‍યાન તેમણે કયારેય સરકારી તીજોરીમાંથી મળવાપાત્ર નાણાનો સ્‍વીકાર કર્યો નથી. હમેશા સાદી બસમાં ગાંધીનગર ધારાસભ્‍ય તરીકે સફર કરનાર લોકશાહીનાં પર્વે મતદારોને પોતાનાં અંતરાત્‍માના અવાજને અનુસરીને મતદાન કરવા આહવાન કરે છે.

ધારાસભ્‍ય થયાએ અગાઉ દસ વર્ષ માટે ઉમરાળા ગ્રામ પંચાયતના સરપંચ રહ્યા. પંદર વર્ષના સમયગાળા માટે જૂનાગઢ તાલુકા પંચાયત અને જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્‍ય રહ્યા. એ પછી પેટાચૂંટણી દ્વારા માત્ર એક જ મુદત માટે ધારાસભ્‍ય થયા. તેમના સમયમાં મતવિસ્‍તાર માળિયા-બિલખા, વિસાવદર ભેસાણની આસપાસના રોડ-રસ્‍તા એટલા ખરાબ હતા કે વાહનમાં તો ઠીક પગે ચાલીને ફરવું પણ મુશ્‍કેલ હતું. આથી મતવિસ્‍તારના લોકોની મુલાકાત લઈ શકાય, તેમના પ્રશ્‍નો જાણી શકાય એ માટે ઘોડેસવારીની જાણકારી તેમને કામ લાગી હતી. બીલખા ગામે રેલવે સ્‍ટેશન સામે રહેઠાણ ધરાવતા હતા. માત્ર એક જ મુદત માટે ધારાસભ્‍ય પદે રહ્યા. એ પછી પણ કોઈ ચૂંટણીમાં ઉમેદવારી નહોતી કરી રત્‍નાભાઈ મનજીભાઈ ઠુમર ૧૭મી એપ્રિલ ૨૦૨૦ની સવારે હાથમાં ૫૧૦૦૦ રૂપિયાની રકમના ચેક સાથે જૂનાગઢ કલેક્‍ટર કચેરીમાં આવ્‍યા અને ‘રાહતફંડ'માં આ રકમ જમા કરાવનાર અને ધારાસભ્‍ય તરીકે પગાર કે કોઈ ભથ્‍થાં ન લેનાર રત્‍નાભાઈએ તેમની અંગત બચત

મરણ મૂડીમાંથી આ રકમ ફાળા તરીકે આપી હતી. સખાવતી વિચારોને વરેલા બુઝર્ગ રત્‍નાબાપાએ શ્રી રામ જન્‍મભુમિ નિર્માણનીધિમાં પણ આર્થિક અનુદાન નોંધાવ્‍યુ હતુ. પોતાનાં ગામની શાળામાં અભ્‍યાસ કરતા આર્થિક નબળા પરીવારનાં બાળકોનાં અભેસ ખર્ચ હોય કે ગરીબ વિધવાને આર્થિક સહયોગ હોય કે પછી ગામની ગૌ શાળામાં નીરણ-ચારો આપવાનો હોય આવા પરોપકારજનાં કાર્યો પોતે જાતે મહેનત કરી ખેતજણસ પેદા કરી તેમાંથી પોતાની માતાને યાદ કરીને આપતા હતા. અને સજળ નયને કહેતા હતા કે મારા જન્‍મ પહેલા મારા પિતાશ્રીનું દેહાવસાન થતાં વિધવામાંનાં ખોળે અનેક મુશ્‍કેલીનો સમાનો કર્યો છે. ખેતમજુરી કરી જાત મહેનતથી જ્‍યારે કશુક મળ્‍યુ છે તે પરહીત કાજે વાપરીએ તેનાથી બીજુ શું સુખ હોય, સેનિક કલ્‍યાણ ફંડમાં ધનરાશી આપવા જામનગર લશ્‍કરનાં કમાન્‍ડર સંદિપ જયસ્‍વાલને વાત કરી હતી અને તેમનો આભાર માન્‍યો હતો.

(10:37 am IST)