Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

જૂનાગઢ કાલરીયા સ્‍કૂલમાં ભણતા વિદ્યાર્થીનું બેગ નેત્રમ શાખા દ્વારા શોધી કઢાયું

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ,તા.૨૩ : સુમિતાબેન પરમારનો પુત્ર જૂનાગઢની કાલરીયા સ્‍કૂલમાં અભ્‍યાસ કરતો હોય અને સુમિત્રાબેન તેમના પુત્રને સ્‍કૂલેથી પરત લઈ અને ઓટો રીક્ષામાં જતા હોય ઓટો રીક્ષામાંથી ઉતરી ગયા બાદ તેમને ખ્‍યાલ આવેલ કે તેમના પુત્રનું દફતર બેગ ઓટો રીક્ષામાં ભૂલી ગયેલ છે, સુમીતાબેન દ્રારા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્‍ડ & કંટ્રોલ સેન્‍ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

આઈજી મયંકસિંહ ચાવડા તથા જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા કાર્યવાહી કરેલ. હેડ ક્‍વાર્ટર ડીવાયએસપી એ.એસ પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્‍ડ & કંટ્રોલ સેન્‍ટર)ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, એ.એસ.આઇ. વર્ષાબેન એમ. વધાસીયા પો.કોન્‍સ. વીપુલભાઈ ચુડાસમા, એન્‍જી. પાયલબેન સોલંકી સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી સુમીતાબેન અને તેનો પુત્ર જે ઓટો રીક્ષામાં બેઠેલ તે સ્‍પષ્ટ નજરે પડેલ. સુમિતાબેન જે સ્‍થળથી પસાર થયેલ તે સમગ્ર રૂટના વિશ્વાસ પ્રોજેક્‍ટ અંતર્ગત ઇન્‍સ્‍ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરી બેગ પરત કરાયું હતું.

  જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ સેર્ટ્ટીં દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્‍ડ & કંટ્રોલ સેન્‍ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા.

(10:32 am IST)