Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

મોરબી જિલ્લાના ઉમેદવારોએ કેટલો ચૂંટણી ખર્ચ કર્યો?ચૂંટણી પ્રચારના ખર્ચમાં કાંતિલાલ મોખરે, 4.90 લાખ વાપર્યા : દુલર્ભજીભાઈએ 4.52 લાખ ખર્ચ્યા.

લલિતભાઈ કગથરાએ રૂ. 3.82 લાખનો ખર્ચ કર્યો, જયંતીલાલ પટેલે રૂ. 10,300 વાપર્યા : વાંકાનેર બેઠકના ઉમેદવારોએ કર્યો સૌથી ઓછો ખર્ચ, આપના ઉમેદવારે હિસાબ રજૂ ન કરતા નોટિસ

 મોરબી- માળિયા, ટંકારા-પડધરી અને વાંકાનેર બેઠકમાં ચૂંટણી ખર્ચમાં ભાજપના કાંતિલાલ અમૃતિયા મોખરે રહ્યા છે. તેઓએ 4.90 લાખ વાપર્યા છે. જ્યારે ટંકારા બેઠકમાં દુર્લભજીભાઈ દેથરિયાએ રૂ. 4.52 લાખ અને લલિતભાઈ કગથરાએ રૂ. 3.82 લાખનો ખર્ચ કર્યો છે. ઉપરાંત વાંકાનેરમાં આપના ઉમેદવારે હિસાબ રજૂ ન કરતા તેઓને નોટિસ ફટકારવામાં આવી છે.

મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ઉમેદવારોએ તા.20 સુધી કરેલા ખર્ચના હિસાબો ચૂંટણી તંત્ર દ્વારા ચકાસવામાં આવ્યા હતા. જેમાં તમામ ઉમેદવારોએ ખર્ચના હિસાબો રજૂ કર્યા હતા. જેની વિગતો જોઈએ તો ભાજપના કાંતિલાલ અમૃતિયાએ રૂ. 4,90,460, કોંગ્રેસના જયંતીલાલ જેરાજભાઈ પટેલે રૂ. 10,300 અને આપના પંકજ કાંતિલાલ રાણસરીયાએ રૂ. 53464 તથા બસપાના કાસમભાઈ સુમરાએ રૂ. 10,030 ખર્ચ્યા છે.
જ્યારે અપક્ષ ઉમેદવારો અશ્વિનકુમાર હરિભાઈ ટુંડીયાએ રૂ. 5100, સિરાજ અમીરઅલી પોપટિયાએ રૂ. 10050, મહેશભાઈ ધનજીભાઈ જાદવએ રૂ. 5100, ગુલામહુશેન હનીફભાઈ મોવરએ રૂ. 10050, નિરૂપાબેન નટવરલાલ માધુએ રૂ. 10050, આરીફ મહમદહુશેન ખોરમએ રૂ. 10050, દાઉદશા રહેમાનશા શાહમદારએ રૂ. 10050, અકબર હુશેન જેડાએ રૂ. 10050, હસન અલુભાઈ મોવરએ રૂ. 10050, બળવંતભાઈ નથુભાઈ શેખવાએ રૂ. 10050, ગોપાલ વિનુભાઈ સીતાપરાએ રૂ. 10050, ઇકબાલ હુશેનભાઈ કટિયાએ રૂ. 5050 વાપર્યા છે.
ટંકારા ઉમેદવાર ખર્ચ
જ્યારે ટંકારા- પડધરી બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાએ રૂ. 3,82,350, ભાજપના દુર્લભજીભાઈ દેથરીયાએ રૂ. 4,52,462, બસપાના મુસાભાઇ ચનાણીએ રૂ. 11,200, આપના સંજય ભટાસણાએ રૂ. 12,172, વ્યવસ્થપા પરિવર્તન પાર્ટીના ઉમેદવારે રૂ.11,300નો ખર્ચ કર્યો છે.
વાંકાનેર બેઠકમાં ભાજપના જીતેન્દ્ર કાંતિલાલ સોમાણીએ રૂ.38090, કોંગ્રેસના મહમદજાવિદ અબ્દુલ મુતલીબ પીરઝાદાએ રૂ. 62,800, બસપાના ભુપેન્દ્ર કનુભાઈ સાગઠીયાએ રૂ. 7,300, રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીના પ્રકાશભાઈ નારણભાઇ અજાડીયાએ રૂ. 36,391, અપક્ષ ઉમેદવારોમાં મહેબુબભાઇ જમાલભાઈ પીપરવાડીયાએ રૂ.11,500, જીતેશભાઇ રૂપાભાઇ સંતોલાએ રૂ. 11,500, નરેન્દ્રભાઈ દેંગાડાએ રૂ.6,500, નવીનભાઈ અમૃતભાઈ વોરાએ રૂ.11,500, હીનાબેન પ્રવીણભાઈ રૈયાણીએ રૂ. 11,000, મેરામભાઇ કરમણભાઇ વરુએ રૂ.11,000, વલ્લભભાઈ કરસનભાઈ વાઘેલાએ રૂ.11,000, રમેશભાઈ લવજીભાઈ ડાભીએ રૂ. 11,000નો ખર્ચ કર્યો છે. જ્યારે આપના ઉમેદવાર વિક્રમભાઈ વલ્લભભાઈ સોરાણીસ હિસાબ રજૂ ન કરતા નોટિસ ફટકારવામાં આવી છે

(12:58 am IST)