Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

મોરબી : જય સિદ્ધનાથ એજ્યુકેશન સંગઠન દ્વારા દ્વિતીય સ્નેહમિલન અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો.

મોરબી :જય સિદ્ધનાથ એજ્યુકેશન સંગઠન મોરબી દ્વારા દ્વિતીય સ્નેહમિલન, ઇનામ વિતરણ અને વિશિષ્ટ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ૧૦ અને ૧૨ ના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ જવાહર નવોદય વિધાલય, બાલાચડી સૈનિક સ્કૂલની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સાથે જ રમતવીરો અને શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર યુવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું

જે સમારોહમાં રાજકોટથી ભાવિનભાઈ ડાભી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા ડીઝાઇન એન્જીનીયરીંગ ક્ષેત્રે તેઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવી સતવારા સમાજનું નામ રોશન કર્યું છે તેમને સતવારા સમાજના યુવાનોને ઉચ્ચ શિક્ષણ અને ટેકનોલોજી સાથે કદમ મિલાવી આગળ વધવા હાકલ કરી હતી.

(12:53 am IST)