Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

પોરબંદરના પક્ષી અભ્યારણની સમયસર જાળવણી થતી નથી : પ્રકૃતિ પ્રેમીઓની વેદના

દર વર્ષે શિયાળામાં વિવિધ વિદેશી મહેમાન પક્ષીઓ આવે છે : ફલેમીંગોએ કાયમી વસવાટ શરૂ કર્યો

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.ર૩ : જિલ્લામાં બહારથી આવનાર પર્યકરો સ્થાનિક સૌદર્ય પ્રકૃતિને ઓળખનાર વ્યકિતને આંચકો આપે છે તેવી હકીકત પક્ષી અભ્યારણ્યની બની છે. હાલ ગુજરાત સરકારના વનપર્યાવરણ વિભાગ દ્વારા પક્ષી અભ્યારણ્યની જાળવણી કરવામાં આવે છે. વર્તમાન સ્થાનિક જગ્યા પક્ષી અભ્યારણ્યની સ્થિતિ અતિ દયનીય બની ગયેલ છે. તંત્ર સત્ય સામે હોવા છતા સ્વીકારશે કે કેમ? તે મોટો પ્રશ્ન છે.

પક્ષી અભ્યારણ્ય ગોસાબારા મિણસાર નદી પૂરના પાણીથી ફેલાતા અરબી સમુદ્રના બારામાંથી પરત આવતા મોકરના રણમાં તળાવ સ્વરૂપે સગ્રહાય અને ત્યાથી શરૂઆત થઇ છે. જે પાછળના ભાગે પીપળીયા રાણાવાવની ધાર, વનાણા (રાણા વિરપુર), રાંધાવાવ, રતનપર, છાંયામાં પાણી આવે છે અને તે પોરબંદર બિરલા હોલ પાસે સાંઢીયા ગટર દ્વારા હનુમાનચોક ફુવારા મહાપ્રભુજી બેઠક, ક્રોસ રોડ, સોનેરા મેડીકલ સ્ટોર ગલી, રામટેકરી, કોળીવાડ અને નવા કુંભારવાડામાં ખાડીમાં નિકાલ થાય છે પરંતુ છાયા પોરબંદરનું રણ પાણીથી ભરપુર રહે છે. જો કે એક સમયે આ રણ છાંયા પોરબંદરનું પાણી હુતાશની પછી સુકાઇ જતુ ખાલી પટ બની જતા છાંયા જવાનો ટુંકા એકદંડી રસ્તો બની જતો. છાંયા પોરબંદરના નાગિરકો બિરલા હોલ પાસેથી રણમાં આવન જાવન કરતા. ઉપરમાં મિણસારમાં પાણીની આવક વધતા મોકરના રણમાં પાણી સંગ્રહ થતા બારેમાસ પાણી રહેવા લાગ્યુ. આ કારણે પ્રકૃતિ પ્રેમીઓ માટે કુદરતની તક મળીને સ્વીકારી.

ધોબીઘાટ નજીક તેમજ છાંયા દરબારગઢ પાસે પાણી ભરવાના વિદેશી  મહેમાન પક્ષીઓ આવવા લાગ્યા. હાલ વર્તમાન આશરે જૂદી પ્રકૃતિ ધરાવતા સેંકડો પક્ષીઓ નવરાત્રીથી ઉનાના ગ્રીષ્મઋતુ દરમિયાન કુદરતને ખોળે આળોટતા જોવા મળે છે. ખાસ કરીને લેસર ફલેમીંગો, ફલેમીંગો (સુરખાબ) તો પોતાનુ ઘર બનાવી કાયમી વસવાટ શરૂ કરેલ છે તે સાથે દેશ વિદેશ પક્ષીઓનો વસવાટ કુદરતી આપોઆપ શરૂ થયો પણ પક્ષી અભ્યારણની માવજતના અભાવે પક્ષી અભ્યારણ કાગળ પર દોડે છે. હાલ તો ચિંતાજનક સ્થિતિમાં ગણાય. પ્રકૃતિ સૌદર્ય પ્રેમીઓ ચૂપ રહી વેદના સહન કરે છે. અભ્યારણ બચાવવુ જરૂરી બન્યુ છે.

 પોરબંદરને પક્ષી અભ્યારણ કેવી રીતે મળ્યુ? સૌદર્ય પ્રકૃતિ પ્રેમી વિદેશી યાત્રાળુ આવેલ તેમણે સ્થળ નિહાળેલ. વિદેશી યાત્રાએ પોતાના વતન જઇ યુનોમાં પત્ર લખ્યો પોરબંદરની પ્રકૃતિ સૌદર્યતા સાથે વિદેશી મહેમાન પછી સબંધે જાણ કરી આપી. યુનો દ્વારા ભારત સરકારને પત્ર દ્વારા જાણ કરવામાં આવી તે સમયે કોંગ્રેસનું શાસન  સ્વ.ઇન્દિરાબેન ગાંધી વડાપ્રધાન પદે હતા. તેમણે આ પત્ર વાંચન કરી તાબડતોબ કેન્દ્ર સરકાર દ્વારા મોટી રકમની ગ્રાંટ ફાળવવામાં આવી પક્ષી અભ્યારણ સાકાર થયુ તે પહેલા કેન્દ્રના પ્રતિનિધિ તરીકે જસદણ યુવરાજ શિવરાજકુમાર ખાચર તરફથી પોરબંદર છાંયા રણમાં ગુજરાતભરમાં બેનમુન કહી શકાય તેવું પક્ષી અભ્યારણ બનાવવાનું નકકી કરવામાં આવ્યુ. તે પહેલા યુવરાજ શિવકુમાર ખાચરે ન.પા.ના પુર્વ પ્રમુખ સ્વ.લાલજીભાઇ તેમજ પ્રકૃતિ સૌદર્ય પ્રેમીઓને સાથે રાખી સ્થળ મુલાકાત કરેલ. ત્યારબાદ ન.પા. શતાબ્દી વર્ષ ઉજવણી પ્રસંગે ન.પા.ને સુચન કરવામાં આવ્યુ હતુ.

ડિસેમ્બર ૧૯૮૬માં તેઓશ્રીએ આ રણના નિવાસી પક્ષીઓનુ વ્યકિતગત નિરીક્ષણ કરેલુ અને પોરબંદરના નેચરલ  ફોટોગ્રાફર કિશોર જોશી દ્વારા ફલેમીંગો પક્ષીઓના અદભૂત ફોટોગ્રાફસ પણ લીધેલા. તેમના અભિપ્રાય મુજબ લગભગ ૭૫ પ્રકારના શહેરી વિસ્તારની તદન નજીક ભાગ્યેજ જોવા મળે તેવા પક્ષીઓ સેંકડો નહી પરંતુ હજારોની સંખ્યામાં આ રણમાં નિવાસ કરે છે.

સૌરાષ્ટ્ર વાઇલ્ડ લાઇફ ફંડના સહકારમાં પોરબંદર ન.પા.એ આ રણને વૈજ્ઞાનિક ધોરણે કુદરતી સ્વરૂપ આપીને પક્ષી અભ્યારણ બનાવુ જોઇએ તેવુ ભારપુર્વકનું સુચન કરેલુ છે. ખર્ચને પહોચી વળવા માટે છાંયા  પ્લોટથી બિરલા સુધી જતા રસ્તાની પુર્વ બાજુની રણ વિસ્તારની જમીન પુરી દઇને ન.પા.એ તેનુ રહેણાંક  મકાનો માટે વેચાણ કરવુ જોઇએ. પશ્ચિમ બાજુમાં રણમાં વરસાદનું પાણી આવે છે તે વિશાળ તળાવ જેવા ભાગની આજુબાજુ સુંદર મજાના પાકા રસ્તા બાંધી રક્ષણ કરવુ જોઇએ. રણ ફરતો સરસ બગીચો પણ વિકસાવી શકાય. રસ્તાની આજુબાજુ થોડી જમીન રહેણાંક માટે વહેચી પણ શકાય. આ રીતે ખર્ચની વ્યવસ્થા બુધ્ધીપુર્વકના આયોજનથી થઇ શકે તેમ છે. ન.પા.ના લોકપ્રિય સભ્યો અને પ્રમુખ આ દિશામાં ગંભીરતાથી વિચારે અને નિતી વિષયક જાહેરાત કરે તેવી આ શહેરના પક્ષી અને પ્રકૃતિ પ્રેમીઓ હાર્દિક અપેક્ષા રાખે છે.

ન.પા.નું શાસન હાલ સરકારશ્રી હસ્તક વહીવટદાર હસ્તક છે પરંતુ વહીવટદારના  શાસનમાં વિકાસના કામોના દરવાજા ખુલશે પરંતુ લોકોની આશા ઠગારી નિવડે છે. વહીવટદાર સામે વિકાસની વાતો લઇ જાઓ બુધ્ધીયુકત રીતે સંભાળી આશ્વાસન આપવામાં આવે છે

(11:47 am IST)