Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ઉપલેટામાં આહિર ફેમ દ્વારા આહિર સંસ્કૃતિ મહોત્સવ

(ભરત દોશી દ્વારા)ઉપલેટા,તા.૨૩: આહિર ફેમ દ્વારા સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આહિર ફેમ દ્વારા આહિર સંસ્કૃતિ મહોત્સવ યોજવામા આવશે જેની શરૂઆત આજરોજ ઉપલેટા ખાતેથી કરવામાં આવી હતી.
શહેરના પોરબંદર રોડ ઉપર આવેલા આર્યન્સ પાર્ટી પ્લોટ ખાતે આહિર સમાજના પરંપરાગત પહેરવેશ પહેરીને આશરે ૪૦ જેટલા આહિર સમાજના લોકોએ ભાગ લીધો હતો. જેમાં આયોજકો દ્વારા વધુમાં જણાવેલ હતુ કે આગામી દિવસોમાં આહિર ફેમ દ્વારા આહિર સંસ્કૃતિને ઉજાગર કરી ઇન્ટરનેશનલ લેવલ સુધી લઈ જવા માટેના પ્રયાસો કરવામાં આવશે અને આગામી દિવસોમાં રાજયના અલગ અલગ ૭ શહેરમાં યોજવામાં આવશે.આજરોજ આ પ્રસંગે સમસ્ત આહિર સમાજના પ્રમુખ નરેન્દ્રભાઈ સુવા નગરપાલિકા પુર્વ દાનાભાઈ ચંદ્રવાડીયા,રાણીબેન ચંદ્રવાડીયા સુધરાઈ સભ્ય જીતેન્દ્રભાઈ ડેર આયોજકો વિરમભાઈ બારૈયા, ગીતાબેન આહિર, જયદીપ આહિર તેમજ આહિર યુવા આગેવાનો પાર્થભાઈ ચંદ્રવાડીયા ,પ્રતિકભાઈ ડેર, વિહાર ચંદ્રવાડીયા,સુરજ દિનેશભાઈ ડેર સહિતના યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

 

(11:31 am IST)