Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

કેશોદમાં સમર્પણ હોસ્‍પિટલમાં લીફટ તૂટતા એકનું મોત

(કમલેશ જોષી દ્વારા) કેશોદ તા. ૨૩ : કેશોદના સ્‍ટેશન રોડ પર આવેલી સમર્પણ હોસ્‍પિટલમાં બનેલી આકસ્‍મિક રીતે લીફટ તુટવાની ઘટનામાં એક લિફટમેન એક હોસ્‍પિટલનો કર્મચારી અને એક દર્દી સહિત પાચ લોકોને ઈજા પહોંચી હતી.  કેશોદના મુખ્‍ય વિસ્‍તારમાં આવેલ સમર્પણ હોસ્‍પિટલમાં લિફટ તુટવાની ઘટના બની હોવાના સમાચાર વાયુવેગે ફેલાતાં આસપાસના લોકો ઉમટી પડયા હતાં.કેશોદના સમર્પણ હોસ્‍પિટલમાં બનેલી ઘટનામાં વધુ સારવાર માટે જુનાગઢ રીફર કરવામાં આવેલ ઈજાગ્રસ્‍તમા સરમણભાઈ દેવશીભાઈ ભેડા ઉમર વર્ષ ૫૫નું સારવાર દરમિયાન મોત નીપજયું છે.  મૃતક ગોવિંદભાઈ દેવશીભાઈ ભેડા કેશોદ તાલુકાના સરોડ ગામના હોવાનું જાણવા મળ્‍યું છે અને પુત્રને દવાખાને બતાવવા લાવ્‍યાં હતાં.

(1:39 pm IST)