Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

મોરબીમાં નીચી માંડલ નજીક આવેલા સીરામીકના કારખાનામાં પાણીના ટાંકામાં ડૂબી જતા શ્રમિક મહિલાનું મોત

પરિજનો દ્વારા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાઈ જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી

મોરબીમાં નીચી માંડલ નજીક આવેલા સીરામીકના કારખાનામાં પાણીના ટાંકામાં ડૂબી જતા શ્રમિક મહિલાનું મોત થયાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના નીચી માંડલ ગામમાં આવેલ કેરાવીટ સીરામીક કારખાનામાં કામ કરતી 24 વર્ષીય તેજલબેન અજયભાઈ રાઠવા નામની પરિણીતા તારીખ 22 ના રોજ સાંજના 4:00 વાગ્યાના અરસામાં અગમ્ય કારણોસર સીરામીકના કારખાનામાં પાણીના ટાંકામાં ડૂબી ગઈ હતી. જેને પગલે પરિજનો દ્વારા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.આ મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:53 am IST)