Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

મોરબી: ગેરકાયદેસર ધમધમતા કતલખાના બંધ કરવા કલેકટરને રજૂઆત

હિન્દૂ યુવા વાહિની દ્વારા મોરબી જિલ્લા કલેકટરને લેખિતમાં રજુઆત કરાઈ

મોરબી :ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગેરકાયદેસર ખુલ્લેઆમ ચાલતા કતલખાના બંધ કરવાનો હુકમ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે મોરબી જિલ્લામાં કાર્યવાહી કરવા માટે હિન્દૂ યુવા વાહિની દ્વારા મોરબી જિલ્લા કલેકટરને લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી.

જેમાં જણાવાયું હતું કે, મોરબી જિલ્લામાં કોઈની પણ મંજૂરી લીધા વિના  ગેરકાયદેસર રીતે કતલખાના ચાલે છે. કોઈપણ જીવની હત્યા કરવી કે ગેરકાયદેસર કતલખાના ચલાવવા પર ગુજરાત હાઇકોર્ટ દ્વારા પ્રતિબંધ ફરમાવવા આવ્યો છે. અને પીઆઈએલ નંબર.133/2021 અનુસાર તારીખ 01/03/2023 ગેરકાયદેસર કતલખાના,ઈંડા-મટન-ચિકનની લારીઓ તેમજ દુકાનો બંધ કરાવવા બાબતે હુકમ કરવામાં આવ્યો છે.
છતાં પણ ગેરકાયદેસર ખુલ્લેઆમ જીવોની હત્યા થઈ રહી છે. જેનાથી જીવદયા પ્રેમીઓ લાગણી દુભાઈ રહી છે. તો આવા કતલખાના કોની મહેરબાની ચાલે છે? તેના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જાહેર રોડ રસ્તા ઉપર તેમજ જાહેર ધાર્મિક સ્થળોની આજુબાજુમાં મંજૂરી વગર તમામ ગેરકાયદેસર નોનવેજની લારીઓ તથા દુકાનો તાત્કાલિકના ધોરણેબંધ કરાવવામાં આવે તેમજ કોર્ટના આદેશનું કડક પાલન થાય તેવી હિન્દુ યુવા વાહીની દ્વારા રજુઆત કરવામાં આવી હતી

(12:17 am IST)