Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

મહુવાના બગદાણા વિસ્તારમાં અનરાધાર વરસાદ : પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસ્યો

વરસાદના પગલે મહુવાથી બગદાણા જવાનો રોડ પાણી પાણી થઇ ગયો : દેગવડા તેમજ અન્ય ગામોમાં વરસાદ ખાબક્યો:એક મહિનામાં ત્રીજી વાર બગદાણા વિસ્તારમાં વરસાદ:ઘઉં, ચણા તેમજ ઘઉંના પાકને ભારે નુકસાન

ભાવનગરમાં મહુવા તાલુકાના બગદાણા વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. વાતાવરણ પલટો આવ્યા બાદ પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે મહુવાથી બગદાણા જવાનો રોડ પાણી પાણી થઇ ગયો છે. દેગવડા તેમજ અન્ય ગામોમાં વરસાદ ખાબક્યો છે. એક મહિનામાં ત્રીજી વાર બગદાણા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જો કે વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ડુંગળી ચણા તેમજ ઘઉંના પાકને ભારે નુકસાન થયુ છે

(11:42 pm IST)