Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

કેશોદના જલારામ મંદિરે નિઃશૂલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો

કેશોદ : કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિર આયોજીત અને શ્રી રણછોડદાસજી હોસ્પિટલ, રાજકોટના સહયોગથી ગઈકાલે રવિવારે કેશોદ જલારામ મંદિરે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ.   આ નિદાન કેમ્પમાં જલારામ મંદિરે દિપપ્રાગટય કરી નેત્ર નિદાન કેમ્પ નો  શુુભારંભ કરવામાં આવેલ હતો.નેત્ર નિદાન કેમ્પનાં ભોજનના દાતા ભૂપેન્દ્રભાઇ ભાઈલાલભાઇ  તન્ના અને શ્રીમતી રસીલાબેન ભૂપેન્દ્રભાઈ તન્ના,  જમનાદાસભાઈ દેવાણી ઉપરાંત કેશોદ મોબાઈલ એશોશીએશનનાં પ્રમુખ રાજુભાઈ બોદર જલારામ મંદિરનાં રમેશભાઈ રતનધાયરા  ડૉ. સ્નોહલભાઈ તન્ના, દિનેશભાઈ કાનાબાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કેમ્પમાં વૈદ્ય ઉમેશ ભટ્ટ દ્વારા કમર, સાયટિકા, ગોઠણ નો દુખાવોડ્ડઘસારો, સાંધા - સ્નાાયુના દુઃખાવા, ચીકનગુનીયા ની સારવાર નિઃ શુલ્ક આપવામાં આવી હતી.દિપેનભાઈ અટારા, ફાર્માસિસ્ટ, સરકારી હોસ્પિટલ, કેશોદ દ્વારા નિઃશુલ્ક ડાયાબિટીસ ચેક અપ, બ્લડપ્રેશર ચેક અપ તેમજ નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત ડિજિટલ હેલ્થ આઇડી કાર્ડ વિતરણ કેમ્પનું આયોજન એન.સી.ડી. વિભાગનાં સૌજન્યથી કરવામાં આવ્યું હતું. તેમજ નેત્ર નિદાન કેમ્પમાં પટેલ  પરિતોષ દ્વારા દર્દીઓને તપાસ્યાં હતા જેમાં થી ૮૧ દર્દીઓ ને મોતીયાનાં ઓપરેશન માટે બસ દ્વારા રાજકોટ શ્રી રણછોડદાસજી મહારાજ આંખની હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. કેશોદ જલારામ સેવા સમિતિનાં કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.(તસ્વીર-અહેવાલ : સંજય દેવાણી કેશોદ)

 

(1:35 pm IST)