Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

મોરબી : ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડનો હુકમ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૩ : મોરબીની સિરામીક ફેક્‍ટરીમાંથી ટાઇલ્‍સ ખરીદ કર્યા બાદ બિલના નાણાંનો ચેક આપનાર મહારાષ્‍ટ્રના નાસિકના વેપારીનો ચેક રિટર્ન થતા ચેક રિટર્ન કેસમાં મોરબીની કોર્ટે આરોપી વેપારીને એક વર્ષની કેદ અને બમણી રકમ ચૂકવવા આદેશ કર્યો છે.

આ કેસની ટૂંકી હકીકત જોઈએ તો મોરબીના રંગપર બેલા નજીક આવેલ ફ્‌લોરિસ સિરામિકમાંથી વર્ષ ૨૦૨૦માં રૂપિયા ૨,૩૬,૪૬૦ની ટાઇલ્‍સનો જથ્‍થો ખરીદી મહારાષ્‍ટ્ર નાસિકની ઓમ સાઈ સીરામીક પેઢીના પ્રોપ્રાઇટર દત્તાત્રેય રઘુનાથ કેકરેએ આપેલો ચેક રિટર્ન થતા ફ્‌લોરિસ સિરામિક વતી રમણીકલાલ ડાયાભાઇ બારૈયાએ મોરબીની કોર્ટમાં ચેક રિટર્ન અંગેનો કેસ કરતા કોર્ટે આરોપી દત્તાત્રેય રઘુનાથ કેકરેને એક વર્ષની કેદ અને ચેકની બમણી રકમ એટલે કે ૪,૭૨,૯૨૦ ચૂકવવા હુકમ કર્યો હતો. ફરિયાદ પક્ષે વકીલ કેતનકુમાર કે. નાયક અને નલિનકુમાર ટી. અઘારા રોકાયા હતા.

(1:33 pm IST)