Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

આરસીપીએલએ હોમ અને પર્સનલ કેર રેન્‍જ સાથે પોર્ટફોલિયોનું વિસ્‍તરણ કર્યું

બાથ, હાઇજીન, લોન્‍ડ્રી, હોમ કેર અને અન્‍ય કેટેગરીમાં ઉત્‍પાદનો માટે અલગ બ્રાન્‍ડ લોન્‍ચ કરી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૩ : રિલાયન્‍સ રિટેલ વેન્‍ચર્સ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને એફએમસીજી શાખા રિલાયન્‍સ કન્‍ઝ્‍યુમર પ્રોડક્‍ટ્‍સ લિમિટેડએ તેના હોમ અને પર્સનલ કેર ઉત્‍પાદનોની શ્રેણીના લોન્‍ચ સાથે તેના એફએમસીજી પોર્ટફોલિયોના વિસ્‍તરણની જાહેરાત કરી છે.

આ પોર્ટફોલિયોમાં ગ્‍લીમર બ્‍યુટી સોપ્‍સ, ગેટ રિયલ નેચરલ સોપ્‍સ, પ્‍યુરિક હાઈજીન સોપ્‍સ, ડોઝો ડીશવોશ બાર અને લિક્‍વિડ, હોમગાર્ડ ટોઈલેટ અને ફલોર ક્‍લીનર્સ તથા એન્‍ઝો લોન્‍ડ્રી ડિટર્જન્‍ટ પાવડર, લિક્‍વિડ અને બારનો સમાવેશ થાય છે.

આ લોન્‍ચ અંગે બોલતાં આરસીપીએલના પ્રવક્‍તાએ જણાવ્‍યું હતું કે, ‘અમારી મહત્‍વાકાંક્ષા દરેક ભારતીય ઘરને વાજબી ભાવે ગુણવત્તાયુક્‍ત ઉત્‍પાદનો મેળવવામાં મદદ કરવાની છે. હોમ અને પર્સનલ કેર પ્રોડક્‍ટ્‍સની આ શ્રેણી શ્રેષ્ઠ ફોર્મ્‍યુલેશન સાથે શ્રેષ્ઠ અસરકારકતા ધરાવે છે. ‘રિયલ ઈન્‍ડિયા'ના ગ્રાહકોની સમસ્‍યાઓને કેન્‍દ્રમાં રાખીને આ ઉત્‍પાદનો તૈયાર કરવામાં આવ્‍યા છે.'

આરસીપીએલ દ્વારા આઇકોનિક બેવરેજ બ્રાન્‍ડ કેમ્‍પાના પુનઃલોન્‍ચ સાથે સુસંગત પોર્ટફોલિયોનું આ વિસ્‍તરણ ભારતીય ગ્રાહકોને પોસાય તેવા ભાવે ઉચ્‍ચ ગુણવત્તાના એફએમસીજી ઉત્‍પાદનો પૂરા પાડવાના કંપનીના ઉદ્દેશ્‍યને વધુ દૃઢ બનાવે છે અને તેને આગળ ધપાવે છે. કરિયાણા સ્‍ટોર્સ સહિત તમામ રિટેલર્સ ભારતીય ગ્રાહકોની રોજિંદા જરૂરિયાત ઉત્‍પાદનોની વિશાળ શ્રેણી ઓફર કરી શકે તે રીતે તેમને સક્ષમ બનાવવા માટે આ ઉત્‍પાદનો હવે તમામ ચેનલો પર ઉપલબ્‍ધ થશે.

દાખલા તરીકે ગ્રાહકો ગ્‍લિમર સાથે પોસાય તેવા ભાવે તાજગીભર્યા સ્‍નાનના અનુભવને વધુ બહેતર કરી શકે છે, જે મેન્‍ડેટરી ૭૬% કુલ ફેટી મેટર (TFM) સાથે ગ્રેડ-૧ સાબુ કેટેગરીમાં હોય તેવા વાસ્‍તવિક અને પ્‍યુરિક સાબુ છે. આ સાબુ વિવિધ ઉત્તેજક સુગંધ ધરાવે છે. ગ્‍લિમરમાં રોઝ, જાસ્‍મીન, લવન્‍ડર અને ફલોરલ બર્સ્‍ટ વેરિઅન્‍ટનો સમાવેશ થાય છે. ગેટ રિયલમાં ચંદન, લીમડો અને મિશ્ર હર્બ્‍સ છે, જયારે પ્‍યુરિકમાં એક્‍ટિવ પાવર અને ટર્મરિક એલો છે.

એ જ રીતે, બાયો-એન્‍ઝાઇમ્‍સ સાથેના તેના અનન્‍ય 2X પાવર વોશ ફોર્મ્‍યુલા સાથે ડોઝો ડિશવોશ લિક્‍વિડ ડિશવોશિંગને સરળ બનાવવા માટે સખત ડાઘને દૂર કરવામાં મદદ કરે છે. ડોઝોનો હેતુ લાખો ગ્રાહકોને કંટાળાજનક અને સમય માંગી લેતા વાસણ ધોવાના કામોમાંથી મુક્‍ત કરવાનો છે, જેથી તેમને જીવનમાં અન્‍ય મહત્‍વના કામ કરવા માટે સમય મળે. ઉપરાંત આરસીપીએલ હોમગાર્ડ બ્રાન્‍ડ હેઠળ એન્‍ઝો સ્‍માર્ટવોશ બ્રાન્‍ડ હેઠળ લોન્‍ડ્રી ડિટર્જન્‍ટ (બાર, પ્રવાહી અને પાવડર) સાથે ટોયલેટ અને ફલોર ક્‍લિનર્સની અત્‍યંત અસરકારક શ્રેણી લોન્‍ચ કરશે.

કંપની તેના વૈવિધ્‍યપૂર્ણ એફએમસીજી પોર્ટફોલિયોને વધુ મજબૂત કરવા માટે આગામી મહિનાઓમાં સમગ્ર ભારતમાં ઓમ્‍ની-ચેનલ ડિસ્‍ટ્રિબ્‍યુશન દ્વારા આ લોન્‍ચને આક્રમક રીતે આગળ વધારવાની યોજના ધરાવે છે જેમાં સોસિયો હજૂરીની હેરિટેજ બ્રાન્‍ડ્‍સ, લોટસ ચોકલેટ્‍સની કન્‍ફેક્‍શનરી રેન્‍જ, શ્રીલંકાની અગ્રણી બિસ્‍કિટ બ્રાન્‍ડ માલિબન તેમજ દૈનિક આવશ્‍યક વસ્‍તુઓની તેની પોતાની બ્રાન્‍ડ્‍સ ઇન્‍ડિપેન્‍ડેન્‍સ અને ગુડ લાઇફ તથા અન્‍યનો સમાવેશ થાય છે.

(1:24 pm IST)