Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

હરવા ફરવામાં મિત્રએ કરેલ ખર્ચો ચુકવવા મોરબીનો યુવક વ્‍યાજના ચક્રમાં ફસાયો

વ્‍યાજખોરોએ ભાઇને ઉપાડી જવાની અને એક વ્‍યાજખોર ભવ્‍યના મિત્રની કાર પડાવી લીધી : ભોગ બનનાર ભવ્‍ય ઘોડાસરાની વ્‍યાજખોર પ્રિન્‍સ જાલરીયા, અભિષેક સોઢીયા, રાકેશ બોરીચા અને ચેતન જેઠા સામે પોલીસમાં ફરીયાદ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ર૩: મોરબીમાં યુવક જ્‍યારે પણ પોતાના મિત્ર સાથે હરવા-ફરવા જતો ત્‍યારે તેનો મિત્ર જ પૈસા ચૂકવતો. એક સમયે એ મિત્રએ તમામ ખર્ચનો હિસાબ માંગ્‍યો. જ્‍યારે યુવક ચૂકવવા બેઠો તો એક બાદ એક વ્‍યાજે નાણાં લેતો થઈ ગયો અને એવો ફસાયો કે વ્‍યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે યુવકે મોરબી સીટી એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

મોરબીના કંડલા બાયપાસ નજીક શિવમ એપાર્ટમેન્‍ટમાં રહેતા ભવ્‍ય ભરતભાઇ ઘોડાસરાએ આરોપી પ્રિન્‍સ જાલરીયા, અભિશેકભાઇ સોઢીયા, રાકેશભાઇ બોરીચા અને ચેતનભાઇ સામતભાઇ જેઠા વિરુદ્ધ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ ઘુંટુ રોડ ઉપર આવેલ બાલાજી ટાઇલ્‍સ કટીંગના વ્‍યવસાયમાં ભાગીદાર તરીકે હોય અને પગારદાર તરીકે નોકરી કરે છે.  ચંદ્રેશનગરમાં રહેતો સાવન રાજપરા તેમનો મીત્ર હોય અને બન્ને અવાર નવાર સાથે હરવા,ફરવા જતા હતા. જે અંગેના તમામ ખર્ચના રૂપીયા સાવન પોતે ચુકવતો હતો. અને આજથી પાંચેક મહિના પહેલા સાવને કહેલ કે, આજદીન સુધીના મેં તારી પાછળ ખર્ચ કરેલ તે પૈકીના મને ૭૦૦૦ રૂપીયા આપવા પડશે.ઁ જેથી ભવ્‍યએ તેને કહેલ કે, મારી પાસે હાલ નથી. પણ મહિને મારો પગાર આવશે ત્‍યારે તને આપી દઇર્શ તેમ વાત કરેલ હતી. પરંતુ સાવનને રૂપીયાની તાત્‍કાલીક જરૂર જેથી ભવ્‍યએ સાવનને રૂપીયા આપવા માટે તેના બીજા મીત્ર પ્રીન્‍સ ઝાલરીયા પાસેથી રૂપીયા માંગતા તે અને તેના મીત્ર અભિશેક દેવજીભાઇ સોઢીયાએ ભવ્‍યને રૂપીયા ૧૦૦૦૦ રોકડા મોરબી નવા બસ સ્‍ટેન્‍ડ પાસે આપેલ હતા. જે રૂપીયા રોજના ૧૦૦વ્‍યાજ આપી દીન-૧૫ માં પાછા આપવાનું નક્કી થયું હતું.  જે બાદ ભવ્‍ય પાસે રૂપીયાની વ્‍યવસ્‍થા ન થતા તેણે પ્રિન્‍સ જાલરીયા પાસેથી લીધેલ રૂપીયા ચુકવવાના હોય જેથી ભવ્‍યએ તેના મીત્ર સર્કલમાંથી હાથઉછીના રૂપીયા થોડાક સમય માટે ગોતી લઇ પ્રીન્‍સ જાલરીયાને રોકડા રૂપીયા પેન્‍લટી સાથેના કુલ ૨૫૦૦૦ મુદલ સાથે પાછા આપી દીધેલ હતા.  ભવ્‍યએ તેના મીત્ર સર્કલમાંથી લીધેલ રૂપીયા સમયસર પરત આપવાના હોય અને ભવ્‍યને સમયસર પગાર કે ધંધામાં કોઇ નફો મળેલ ન હોય જેથી રૂપીયાની એકીબીજા પાસેથી લીધેલ રૂપીયા ચુકવવા ભવ્‍ય વ્‍યાજે રૂપીયા લેવા લાગેલ હતો.  જેમા આજથી પાંચેક મહિના પહેલા પ્રિન્‍સ જાલરીયા તથા અભિશેકભાઇ સોઢીયા પાસેથી અલગ અલગ સમયે કુલ રૂપીયા ૩૦૦૦૦ઊંચા વ્‍યાજે લીધેલ હતા ભવ્‍યએ તેને કટકે કટકે ઓનલાઇન ગુગલ પે મારફત કુલ રૂપીયા ૩,૧૫,૭૨૫ તેના પિતાનામાંથી ચુકવ્‍યા હતા. તેમજ ભવ્‍યએ તેને રૂપિયા ૧૦૦૦૦૦ રોકડા કટકે કટકે રોક ડા પણ ચુકવેલ છે. તેમ છતા આ વ્‍યાજખોરોએ ભવ્‍ય પાસે વધુ રૂપીયા તથા વ્‍યાજની માંગણી કરી ભવ્‍યને અવાર નવાર જાન થી મારી નાખવાની ધમકી આપી હતી. એટ્‍લેથી ન અટકાતા ગત તારીખ ૩૧/૦૧ રોજ ભવ્‍યને વોટસઅપમાં તેના ભાઇનો ફોટો મુકી તેને ઉપાડી લેવાની ધમકી પણ આપેલ હતી.

 અન્‍ય આરોપી રાકેશ બોરીચા ભવ્‍ય સાથે અગાઉ અભ્‍યાસ કરતો હોય અને બંને સલૂનમાં અવાર નવાર ભેગા થતા હોય આજથી ચારેક મહિના પહેલા ભવ્‍યએ તેની પાસેથી રૂપીયા ૫૦૦૦૦ વ્‍યાજે લીધેલ છે. જે રૂપીયાનુ દર ૧૦ દીવસે ૭૦૦૦ વ્‍યાજ આપવાની શરતે ભવ્‍યને આપેલ હતા બાદ તેને આજદીન સુધી રોકડા રૂપીયા ૭૦૦૦૦ તથા ગુગલ પે મારફત રૂપીયા ૨૬૮૦૦ ભવ્‍યએ તેના પિતાના ખાતામાંથી ચુકવેલ છે.તેમ છતા આરોપી રાકેશ ભવ્‍ય પાસેથી મુદલ ઉપરાંત વ્‍યાજની રકમની અવાર નવાર ફોન ઉપર પઠાણી ઉઘરાણી કરતો હતો.  આ ઉપરાંત આરોપી ચેતન સામતભાઇ જેઠા રાકેશ બોરીચાનો મીત્ર હોય અને  રાકેશ પાસેથી લીધેલ રૂપીયાના દસેક દિવસ પછી રૂપીયાની જરૂર પડતા ભવ્‍યએ ચેતન પાસેથી વ્‍યાજે કુલ રૂપીયા ૧૮૫૦૦૦ લીધા હતા. જે રૂપીયાનુ દર ૧૦ દિવસે ભવ્‍ય ૧૯૦૦૦ વ્‍યાજ આપતો હતો. અને તેણે કટકે કેટકે ઓનલાઇન ટ્રાન્‍જેકશનથી રૂપીયા ૧૧૮૭૦૦ ચેતનને આપ્‍યા હતા તેમજ વ્‍યાજના બીજા રૂપીયા કટકે કટકે રોકડા ૧૬૫૦૦૦  ચુકવેલ હતા. તેમજ ભવ્‍ય પાસે તેના મીત્ર હીત સવસાણીની સ્‍વીકટ કાર નંબર જીજે ૦૧ આર.બી.૫૫૫૨ હોય જે ભવ્‍ય વ્‍યાજના રૂપીયા ચૂકતે ન કરતા ચેતને તે કારને ભવ્‍ય પાસેથી લઇ લીધી હતી. ચેતન ભવ્‍યને અવાર નવાર ફોન ઉપર રૂપીયાની પઠાણી ઉઘ રાણી કરી સમયસર નહી આપે તો સારવાટ રહેશે નહી તેવી ધમકી આપી હતી.  જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:20 pm IST)