Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

ગોંડલના દેરડી ગામ પાસે અકસ્‍માતમાં બાંભણીયા ગામના કાળુભાઇ બોઘાણીનું મોત

બાઇકને હડફેટે લઇ કાર વિજપોલ સાથે અથડાઇઃ અકસ્‍માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨૩: ગોંડલના દેરડી (કુંભાજી) ગામે કાર અને બાઈક વચ્‍ચે અકસ્‍માત સર્જાતા બાઈક સવાર નું ઘટના સ્‍થળે મોત નીપજયું હતું.

ગોંડલના દેરડી(કુંભાજી) ગામે વાસાવડ રોડ પર પેટ્રોલ પંપ પાસે પુરપાટ દોડી આવી રહેલી કાર અને બાઈક વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો અકસ્‍માત સર્જીને કાર વિજપોલ સાથે અથડાઈ હતી અકસ્‍માતમાં બાઈક સવાર કાળુભાઈ બોઘાણી રહે બાંભણીયા - મોટી કુંકાવાવ વાળા આધેડનું ઘટના સ્‍થળે મોત થયું હતું મૃતક ના મૃતદેહને ૧૦૮ મારફત મોટી કુંકાવાવ સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે ખસેડવામાં આવ્‍યો હતો અકસ્‍માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી અકસ્‍માતને લઈને લોકોના ટોળા ઉમટ્‍યા હતા. અક્‍સ્‍માત ની ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.

(12:03 pm IST)