Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

કોરોના : મોરબી જીલ્લામાં નવા ૧૭ : એક્‍ટીવ કેસનો આંક ૨૦

મોરબી તા ૨૩ : મોરબી જીલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ફરી કોરોના કેસો જોવા મળી રહ્યા છે જેમાં અગાઉ ૩ કેસ નોંધાયા બાદ આજે એક જ દિવસમાં નવા ૧૭ કેસ નોંધાયા છે અને કોરોના વિસ્‍ફોટને પગલે એક્‍ટીવ કેસનો આંક ૨૦ પર પહોંચી ગયો છે.

આજે મોરબી જીલ્લામાં નવા ૧૭ કેસ નોંધાયા છે જેમાં મોરબી તાલુકાના ૧૩ કેસોમાં ૧૧ ગ્રામ્‍ય અને ૦૨ શહેરી વિસ્‍તારમાં, હળવદ તાલુકાનો ૦૧ કેસ ગ્રામ્‍ય વિસ્‍તારમાં અને માળિયા તાલુકાના ૦૩ કેસ ગ્રામ્‍ય પંથકમાં નોંધાયા છે.

આજે મોરબી જીલ્લામાં નવા ૧૭ કેસ નોંધાયા છે જેથી એક્‍ટીવ કેસનો આંક ૨૦ પર પહોંચી ગયો છે કોરોના કેસોમાં ફરી વધારો થઇ રહ્યો છે ત્‍યારે નાગરિકો વધુ તકેદારી રાખે તે જરૂરી છે.

(11:33 am IST)