Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

ભાવનગરમાં H3N2 સ્‍વાઈન ફલૂનો વધુ ૧ કેસ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૩ : ભાવનગર શહેરના ઇસ્‍કોન મેગાસિટી માં રહેતા ૮૨ વર્ષના વૃધ્‍ધાની તબીયત ખરાબ થઈ હતી. આ દર્દીનો રીપોર્ટ કરતા તેનો એચ૩એચર સ્‍વાઈન ફલૂનો રીપોર્ટ પોઝિટિવ આવ્‍યો હતો. આ પણ ચેપી રોગ છે અને શરદી, ઉઘરસ, તાવ વગેરે લક્ષણો દર્દીમાં જોવા મળતા હોય છે. ચાલુ વર્ષમાં ભાવનગરમાં એચ૩એચર સ્‍વાઈન ફલૂના ૮ કેસ નોંધાયા છે, જેમાં હાલ ૨ દર્દી સારવાર હેઠળ છે. એક દર્દીઘરે સારવાર લઈ રહ્યા છે, જયારે એક દર્દી ખાનગી હોસ્‍પિટલમાં સારવાર હેઠળ છે .

(11:32 am IST)