Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

ધંધુકા પાસે અકસ્માતમાં એનઆરઆઇ પરીવારના ૮ મહિનાના માસુમનું મોત

જામનગર જીલ્લાના પીએસઆઇ મહિપાલસિંહ ચુડાસમા સહિત પને ઇજા

આટકોટ-વઢવાણઃ તસ્વીરમાં ઇજાગ્રસ્તો, મૃતક અને અકસ્માતગ્રસ્ત વાહનો નજરે પડે છે. (તસ્વીરઃ અહેવાલઃ વિજય વસાણી (આટકોટ) ફઝલ ચૌહાણ (વઢવાણ)

આટકોટ, તા., ર૩: ધંધુકા પાસે બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એનઆરઆઇ પરીવારના ૮ મહિનાના માસુમનું મોત નિપજતા અરેરાટી વ્યાપી છે. જયારે જામનગર જીલ્લાના પીએસઆઇ સહીત પ ને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડેલ છે.

પ્રાપ્ત માહીતી મુજબ કાલે ધંધુકા અને ફેદરા ગામ વચ્ચે આવેલા રોડ ઉપર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મુળ તારાપુરના મોરજ ગામના વતની અને વર્ષોથી કેનેડા રહેતા એનઆરઆઇ પરીવારના તિલક કેતનભાઇ પટેલ નામના ૮ મહિનાના માસુમનું મોત નિપજયું હતું.

જયારે દર્શનાબેન પટેલ (ઉ.વ.ર૬) કેતનભાઇ પટેલ (ઉ.વ.ર૮) રંજનબેન ઘનશ્યામભાઇ પટેલ (ઉવ.રપ)અને પ્રેમ ઘનશ્યામભાઇ પટેલને ઇજા પહોંચી હતી.

જયારે સામેની ગાડીમાં રહેલા પોલીસ કર્મચારી મહિપાલસિંહ એ.ચુડાસમા (ઉ.વ.૪પ)ને ઇજા પહોંચતા તમામ ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સમાં ધંધુકામાં આરએમએસ હોસ્પીટલમાં ખસેેડયા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ધંધુકા પાસેના અકસ્માતમાં ઇજાગ્રસ્ત પી.એસ.આઇ.ને જુનાગઢ પોસ્ટીંગ મળ્યુ'તુ

વઢવાણ તા.ર૩ : ધંધુકા પાસે સર્જાયેલ અકસ્માતમાં ઇજાગ્રસ્ત પી.એસ.આઇ. હાલ જુનાગઢ ફરજ બજાવતા શ્રી ચુડાસમા ગામ વતન ઉપડીવાળા પણ ઘાયલ થયા છે.ચુડાસમા, જામનગર ખાતે પોલીસ કોસ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા અને જેઓ તાજેતરમાં લેવાયેલ પી.એસ.આઇની ખાતાકીય પરીક્ષામાં ગુજરાતમાં ૮માં ક્રમે પાસ થયેલ હતા પાસ થયા બાદમાં જેઓને જુનાગઢ પી.એસ.આઇ.નું પોસ્ટીંગ મળેલ હતું. પરંતુ રર/ર૩, ફેબ્રુઆરી બેદિવસ અમદાવાદ ખાતે હાઇકોર્ટમાં મુદત હોવાના કારણે રર તારીખની મુદત પતાવી વતન ઉંપડી આવી રહ્યા હતા કારણ બીજા દિવસની પણ મુદત અમદાવાદ હાઇકોર્ટમાં હોવાના કારણે રોકાવા માટે આવતા હતા ત્યારે બગોદરા પાસે ફોર્ડ ફિગોકાર અને તેમની સ્વિફટકાર અથડાતા અકસ્માત સર્જાયો હતો.

(4:01 pm IST)