Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

કેશોદમાં વીર દાદા જસરાજના ૯૬૫માં શૌર્ય દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

કેશોદના જલારામ મંદિરે બહોળી સંખ્‍યામાં રઘુવંશી સમાજ ઉપસ્‍થિત રહ્યા

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ તા. ૨૩ : કેશોદના આંબાવાડી વિસ્‍તારમાં આવેલા શ્રી જલારામ મંદિર ખાતે વીર દાદા જશરાજ નાં ૯૬૬ મો શૌય દિવસ ઉજવવામાં આવ્‍યો હતો. શ્રી જલારામ મંદિર નાં પટાંગણમાં વીર દાદા જશરાજ ની ઝાંખી તૈયાર કરી સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું.વીર દાદા જસરાજ નુ જન્‍મ સ્‍થળ લોહર કોટ લિાહોર હાલ પાકિસ્‍તાનીં ખાતે રાજા વસ્‍તુપાળ અને રાણી વીરકોર ના પાટવી કુંવર મોટા પુત્ર વસ્‍તરાજ ઉર્ફે વચ્‍છરાજ દાદા અને નાના પુત્ર વીર જસરાજ જેમનુ જન્‍મ ઇ.સ. ૧૦૩૨, વિક્રમ સવંત ૧૦૮૭, હીજરી સન ૪૨૨ માં જન્‍મ થયો હતો. બન્ને ભાઇ બાલ્‍યાવસ્‍થા થી જ વીર, તેજસ્‍વી અને ઘોડેસવારી માં નિપુણ હતા અને વીર યોધ્‍ધા તરીકે ઓળખાતા હતા.

કુંવર જસરાજ માતા મોમાય અને નાગ દાદા ની પુજા કરતા હતા જેમા તેમને અતુટ શ્રધ્‍ધા અને વિશ્વાસ હતો એજ એમની શક્‍તિ હતી. લોહર કોટના એ સમયના રાણા શ્રી વસ્‍તુપાળનો છળકપટથી ઇસ્‍લામીક રાજા બીસમારગીન ઇરાની અને દુરાનીએ વધ કરતા, તા.૧૫/૦૧/૧૦૪૮ ને શુક્રવાર વિક્રમં સવંત ૧૧૦૩, હીજરી સન ૪૩૯ના દીને કુવંર વચ્‍છરાજને લોહર કોટના નવા મહારાણા તરીકે સ્‍થાપિત કરાયા.

પરંતુ એક પગે અપંગતા હોવાથી ઉદારતાથી વચ્‍છરાજ દાદા એ જાતે પોતાના નાના ભાઇ જસરાજ ને રાજતીલક કરી લોહર કોટ ના નવા મહારાણા ની જાહેરાત કરી હતી. તા.૨૧/૦૧/૧૦૫૮, મહાસુદ ૫ એટલે વસંત પંચમી, વિક્રમ સવંત ૧૧૧૩ના શુભ દીને રુડાં માડવાં રોપાણા હતા અને ફેરા ફરવાની તૈયારી ચાલતી હતી એ સમયે ફેરા ફર્યા વગર, ગાયો અને ધર્મના રક્ષણ માટે વીર જસરાજ દાદા અધર્મીઓ સાથે યુધ્‍ધ કરતા વીરગતી પામ્‍યા હતા. તેમના દેહને બીજા દિવસે  અંતિમવિધિ  કરવામાં આવી હતી. લહોર કોટના છેલ્લા મહારાણા ( લોહ રાણા અને સમય જતા જે બન્‍યા લોહાણા ) દાદા વીર જસરાજ જે આજે પણ હાજરા હજુર છે જે સાચી શ્રધ્‍ધા થી પુજા અર્ચના કરેછે દાદા એની આજે પણ રક્ષા કરે છે.

કેશોદના જલારામ મંદિરે રાત્રે ભાવિકો ભક્‍તોની ઉપસ્‍થિતિમાં મહાઆરતી કરવામાં આવી હતી અને વીર દાદા જશરાજ નાં શૌર્યનાં સંભારણા વાગોળી ગૌરવ વધાર્યું હતું. કેશોદના શ્રી જલારામ મંદિર ખાતે સાંજે સમુહ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં રઘુવંશી સમાજનાં પરિવારજનો અને ભાવિકો ભક્‍તો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યાં હતાં. કેશોદ શ્રી જલારામ મંદિરનાં રમેશભાઈ રતનધાયરા ડૉ. સ્‍નેહલભાઈ તન્ના તથા દિનેશભાઈ કાનાબાર સહિતના રઘુવંશી સમાજનાં આગેવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી

(1:34 pm IST)