Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

લીલીયાના કુતાણા ગામે 'લગ્નગીતો'ને બદલે ગવાયા 'મરસીયા'...

ભાવિ દંપતિની હત્યાઃ ચકચાર

લીલીયા-અમરેલીઃ સવારકુંડલાના ગાધડકા ગામનો રાજુ ઉકાભાઇ કલાણીયા જાન લઇ લીલીયાના કુતાણા ગામે મુળુભાઇ ભગવાનભાઇ સાથળીયાની પુત્રી રંજનને પરણવા આવ્યો હતો...પરંતુ શુભ પ્રસંગમાં  જ જાન વિદાય પહેલા ભાવિ દંપતીની કોઇ અજાણ્યા શખ્સો દ્વારા છરીના ઘા ઝીંકી હત્યા કરી નખાતા 'લગ્નગીતો'ના માહોલ વચ્ચે જ 'મરસીયા' ગવાતા વાતાવરણ શોકમય બની જવા પામ્યું હતું...વરરાજા બનીને આવેલા કોળી યુવાન અને તેની ભાવિ પત્નીના એકજ સાથે કોણે ઢીમ ઢાળી  દીધા?, સજોડે બન્નેને મોતને ઘાટ ઉતારવા પાછળનું કારણ શું? સહિતના વિવિધ મુદ્દે પરદો ઉંચકાવવા પોલીસે તપાસના ચક્રો ગતીમાન કરી દીધા છે. તસ્વીરોમાં યુવતિનો નિષ્પ્રાણ દેહ તથા યુવાનનો મૃતદેહ મળ્યો તે પટ્ટારો દર્શાય છે.

(4:09 pm IST)