Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ગઇ ચૂંટણીમાં તમામ બેઠકો બિનહરીફ થયેલ

હળવદ સુધરાઇની ચૂંટણીમાં ભાજપના ઇન્ચાર્જ કવાડિયા

રાજકોટ તા. ર૩: ઝાલાવાડની હળવદ નગરપાલિકાના ૭ વોર્ડની ર૮ બેઠકો માટે આવતા મહિને ચૂંટણી યોજાનાર છે જેના ભાજપના ઇન્ચાર્જ તરીકે માજી પંચાયત મંત્રી જયંતીભાઇ કવાડિયા તથા ધારાસભાની બેઠકના ઉમેદવાર જેરામભાઇ સોનાગરાને સહાયક ઇન્ચાર્જ બનાવાયેલ છે. બન્નેએ ચૂંટણીલક્ષી કામગીરીને વેગ આપ્યો છે. ગયા વખતે જુના સીમાંકન મુજબ તમામ ર૧ બેઠકો બિનહરીફ કરાવવામાં ભાજપ સફળ રહેલ. આ વખતે પણ કેટલીક બેઠકો બિનહરીફ કરાવવા પ્રયાસ ચાલી રહ્ના છે.

(1:54 pm IST)