Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ધોરાજી દરબારગઢ પાસે નવા ડામર રોડમાં ટ્રક ખૂંચી ગયો...

નળબા કામ છતા વહિવટદારે કોન્ટ્રકટોરને બીલ ચુકવી દીધા...શાહ હવે કોને ફરીયાદ કરવી...મોડી રાત સુધી ડમ્પરમાંથી ડામરનો માલ કાઢી બાદ ટ્રક ખાડામાંથી બહાર કાઢયો...

ધોરાજી તા.ર૩ : દરબારગઢ પાસે નવા બનેલ ડામર રોડમાં ખુદ કોન્ટ્રાકટરનોજ ટ્રક ખુંચી જતા ડામરના નબળા કામની પોલ ખુલી હતી.

આ તકે જૈન સમાજના મુકેશભાઇ શાહએ જણાવેલ કે ધોરાજી નગપાલીકા દ્વારા જયા જયા મેટલ અને પેવર રોડના કામો ચાલે છે. એ લોટ પાણીને લાકડા જેવા કામો ચાલે છે. રાજકોટ જીલ્લા કલેકટર ધોરાજીમાં રૂબરૂ આવેલા હતા ત્યારે કોન્ટ્રાકટરોને ઉધડા લીધા હતા. અને નબળા કામો નહી ચલાવી લેવામાં આવશે  જે અંગે તાત્કાલીક ડે. કલેકટર ગોવિંદસિંહ રાઠોડને કડક સુચના આપતા કોન્ટ્રાકટરોને નોટીસ પાઠવવામાં આવેલ તેમજ પોલીસ દ્વારા તપાસના આદેશો પણ કરેલ હતા. છતા નબળાકામો ચાલુ રાખ્યા હતા હાલમાં વહિવટદારનુ શાશન હોવા છતા ધોરાજીમાં મેટલ અને ડામરના કામો નિયમ અનુસાર થતા નથી અને સુપરવીઝન પણ નથી ઉલ્ટાનું કોન્ટ્રાકટરોના બીલ ચુકવી દયે છે. આમ જાતા ધોરાજી નગરપાલીકાના નબળા કોમોના કારણે ભાજપે ધારાસભાની સીટ ગુમાવી દીધી છે. અને આવનારી ધોરાજી નગરપલાકાની ચૂંટણીમાં પણ ભાજપ માટે કપરા અઢાણ સમાન છે....તેમ લોકો કહી રહ્ના છે.

છેલ્લા ૪ મહિનાથી વહિવટદારનુ શાશન હોવા છતાં ધોરાજી નગરપાલીકામાં આવશ્યક ગણાતી સેવાઓ જેમ કે પિવાનું પાણી અનિયમીત રીતે અપાશે સફાઇ થતી નથી કચરો ઉપડતો નથી ઠેર ઠેર ટુટેલી પાઇપ લાઇનના કારણે રોડ ઉપર પાણી ભરાઇ છે મેટલ અને ડામરના નબળાકામો સુવર્ણ વિસ્તારોમાં કામ અને ગરીબ અને પછાત વિસ્તારો સામે ઓરમાયુવર્તન આ બધી જવાબદારી કોની....?(૬.૧૩)

 

(1:51 pm IST)