Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ચિત્રાવડમાં પ્રેમી પંખીડાએ ઝેર પીધુઃ યુવતિનું મોત

ધોરાજી તા. ૨૩ : જામકંડોરણા તાલુકાના ચિત્રાવડ ગામે મજુરી કામ કરતા યુવક અને યુવતીએ ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં ધોરાજી સરકારી હોસ્પિટલે ખાતે લાવતા સારવાર દરમિયાન યુવતીનું મોત નિપજેલ હતું. જ્યારે યુવકની તબિયત ગંભીર છે.

પ્રાપ્ત માહિતી મુજબ પરપ્રાંતિ યુવક સંજય રમેશભાઇ વસાવા (ઉ.વ.૧૯) અને જ્યોત્સના ધીરૂભાઇ કોળી (ઉ.વ.૧૮) બંનેને પ્રેમ થઇ જતાં સમાજની બીકે એક સાથે ઝેરી દવા પી જતાં તેમના પરિવારજનોને જાણ થતાં તાત્કાલિક ધોરાજી લાવેલ. ડોકટર રાજ બેરા અને કમ્પાઉન્ડર જુનેદભાઇ પીંજારા દ્વારા તાત્કાલિક સારવાર આપેલ હતી.

જેમાં યુવતીનું મોત નિપજેલ. મૃતક યુવતી આણંદના બોરસદ ગામની રહેવાસી હતી. યુવક ભરૂચ જિલ્લાના આમોદ ગામના રહેવાસી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં દવા પીવાનું કારણ પ્રેમ પ્રકરણ હોય તેવું જાણવા મળી રહ્યું છે. વધુ તપાસ જામકંડોરણા પોલીસ ચલાવી રહી છે.(૨૧.૧૭)

(12:36 pm IST)