Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

જાણો...ર૬મી જાન્યુઆરીએ કઇ-કઇ ઉજવણીનો સર્જાશે ત્રિવેણી સંગમ ??

ગણતંત્ર દિવસની સાથે જ કવિ કલાપીની જન્મતિથિ...ભુકંપની વરસી પણ એ જ દિવસે

વાંકાનેર તા.ર૩ : ર૬મી જાન્યુઆરી એટલે અંગ્રેજી વર્ષનો ર૬મો દિવસ ર૬મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક પર્વનો દિવસ અને આ રાષ્ટ્રીય પર્વ ગણાશે પરંતુ ગુજરાતમાં રાજય સ્તરે ત્રણ પર્વો એક સામટા આ એક જ દિવસે ગોઠવાયેલા છે. પ્રથમ ગણતંત્ર દિન બીજુ ર૦૦૧ના ગુજરાત ભુકંપની વરસીનો આજ દિવસ અને ગુજરાતનાનું રાજવી કવિ કલાપીની જન્મતિથિનો પણ આજ દિવસ એટલે કે ર૬મી જાન્યુઆરી જ છે.

સ્મૃતિરૂપે ઉજવાણી આ ત્રણેય ઘટનાઓને ક્રમશઃ જોઇએ તો...શુક્રવારે દેશભરમાં ઠેર-ઠેર પ્રજાસત્તાક પર્વ ઉજવાશે. ત્રણ પર્વની ઉજવણી આડે હવે ત્રણ દિવસ, મંગળ-બુધ અને ગુરૂ રહ્યા. ત્રણના અંકથી વધુ એક સંયોગિતા એ પણ છે કે, દેશ આઝાદ થયો ૧૯૪૭માં તેની યાદગીરીનું પર્વ છે. સ્વતંત્ર્ય પર્વ અને બંધારણનો અમલ દેશમાં શરૂ થયો. ૧૯પ૦માં તેની યાદગીરીનું પર્વ છે. પ્રજાસત્તાક પર્વ બંને વચ્ચે ત્રણ વર્ષના સમયગાળાનો તફાવત છે. પ્રથમ પ્રજાસત્તાક પર્વ ઉજવાયુ. ૧૯પ૦માં જેને ર૬ જાન્યુઆરીએ ૬૮ વર્ષ પુરા થશે અને પ્રજાસત્તાક પર્વની ઉજવણી હાલ કેટલામી ગણાશે ? તો તેમાં ૧૯પ૦ની પ્રથમ ઉજવણીને સામેલ કરીને ગણત્રી માંડીએ તો ત્રણ દિ' બાદ ઉજવનારૂ પ્રજાસત્તાક પર્વ ૬૯મું ગણાશે. ગણતરીકર્તાઓ ૧૯પ૦ને બદલે ૧૯પ૧ થી ગણત્રી માંડે છે એ આશ્ચર્ય ગણાય.

ર૦૦૧માં આવેલા વિનાશક ગુજરાત ભુકંપની વરસીનો દિવસ પણ આ ર૬ જાન્યુઆરી જ છે. ૧૭ વર્ષ પુર્વે આવી જ ગણતંત્ર દિવસની સવારે અચાનક ભુકંપથી રાજયની ધરા ધ્રુજી હતી. જે ધ્રુજારી એટલી ડરામણી હતી કે, સત્તર-સત્તર વર્ષના વ્હાણા વીતી ગયા બાદ પણ તે ગોઝારો દિવસ ભુલી શકાતી નથી. ભુકંપ અંગે એક સંયોગ એ પણ હાલ જોવા મળી રહ્યો છે કે, જે દિવસે એટલે કે ર૬ જાન્યુઆરી ર૦૦૧ના દિવસે ભુકંપ આવ્યો તે દિવસ શુક્રવારનો હતો અને સતર વર્ષ બાદ શરૂ થતા અઢારમાં વર્ષે પણ ર૬ જાન્યુઆરીનો દિવસ શુક્રવાર જ છે. તે ભયાનક ભુકંપની તિવ્રતા (મેગ્નેટયુટ) અંગે પણ ત્રણ આંકડાઓ થોડા-થોડા તફાવત સાથે રિસર્ચ મથકોમાંથી જોવા મળે છે. એ ભુકંપની તિવ્રતા ૧-૬, ૭-૭ અને ૭-૯ નોંધાઇ હતી. ભુકંપમાં સત્તાવાર મરણાંક ૧૯,૭ર૭ તથા ઇજાગ્રસ્તોનો આંક એક લાખ છાસઠ હજાર અને એક નોંધાયો હતો. ભુકંપથી રાજયમાં ચાલીસ હજાર ઉપરાંત રહેણાંકો ધરાશાયી થયા હતા.

ગુજરાતના પ્રસિધ્ધ કવિ કલાપી કે જેઓનુ મુળ નામ સુરસિંહ ગોહિલ હતુ. તેઓનો જન્મ પણ ર૬ જાન્યુઆરીએ જ થયો હતો. કાલે કલાપીના જન્મ વર્ષ અને આયુષ્યના વર્ષોનો એક પણ જોગાનુજોગ સામ્યતા ધરાવે છે જેમ કે તેઓની જન્મ તારીખ જાન્યુઆરીની છવ્વીસમી તારીખ અને તેઓનુ આયુષ્ય પણ છવ્વીસ વર્ષનું જ રહ્યુ હતુ. ઓછી વયે અર્થાત યુવા વયે આ રાજવી કવિનું મૃત્યુ થયુ હતુ.

ત્રણ દિ' બાદ ઉજવનારા પ્રજાસત્તાક પર્વ અને ભુકંપની વરસી, આ બંને ઘટના જયારે અસ્તિત્વમાં આવી ત્યારથી લઇ હાલના સમય સુધીના સમયમાં કેટ-કેટલા ફેરફારો થયા ત્યારે શી સ્થિતિ હતી ? હાલ કેવી સ્થિતિ છે ? તેવા સંસ્મરણો અંગે પણ કવિ કલાપીની ગઝલની પંકિતના આ શબ્દો યથાર્થ અને અનુરૂપ જોવા મળે છે કે જયાં જયાં નઝર મારી ઠરે યાદી ભરે ત્યાં આપની.

(11:36 am IST)