Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

કોડીનારઃ કોળી સમાજની શોભાયાત્રાઃકોમી એકતાના અનેરા દર્શન થયા

કોડીનાર, તા.ર૩: કોડીનારમાં કોળી સમાજ દ્વારા વિર માંધાતા જન્મ જયંતિ નિમિતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે શોભાયાત્રા શહેરના મુખ્ય વિસ્તારમાં થઇ, મુસ્લીમ વિસ્તાર ઉના ઝાપામાં પ્રવેશતા આ વિસ્તારનાં બાળકો અને નવયુવાનોના મિત્ર બોયઝ ગ્રુપે વીર માંધાતાની શોભાયાત્રાનું સ્વાગત કરેલ.

વીર માંધાતાની પ્રતિમાને અને કોળી સમાજનાં અગ્રણીઓનું ફુલહારથી સ્વાગત કરી, શોભાયાત્રામાં મોટી સંખ્યામાં હાજર લોકોમાં ઠંડા પાણીનાં પાઉચનું વિતરણ કરી, કોમી એકતાનાં દર્શન કરાવ્યા હતા તેમજ ઉના ઝાપાનાં અગ્રણી મુસ્લીમ આગેવાનોએ પણ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું.

(11:27 am IST)