Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

પોરબંદરના મત્સ્યોદ્યોગપતિ કરશનભાઈ સલેટના પુત્રને છરી ઝીંકી

પૈસાની લેતીદેતી પ્રશ્ને સગીરે છરી મારીઃ સારવાર માટે ખસેડાયો

 પોરબંદર-આદિત્યાણા, તા. ૨૨ :. મત્સ્યોદ્યોગપતિ સાગર સમ્રાટવાળા કરશનભાઈ સલેટના પુત્ર રવિ કરશનભાઈ સલેટ (ઉ.વ. ૨૬) ઉપર આજે સવારે એક સગીરે છરી ઝીંકી દેતા ઈજા પામેલ રવિને સારવાર માટે હોસ્પીટલે ખસેડાયેલ છે.

પૈસાની લેતી દેતીમાં રવિ સલેટને તેના ઘર પાસે ભોજેશ્વર પ્લોટ વિસ્તારમાં છરી મારી હતી. કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.

હુમલાખોર તરીકે પિયુષ કારા ઓડેદરાનું નામ બહાર આવેલ છે. જૂનાગઢ આઈ.જી. રાજકુમાર પાંડિયનની પોરબંદર હાજરી પછી પણ  હુમલો કરવામાં આવેલ છે. આમ ગુન્હેગારોમાં પોલીસનો ભય જ ન હોય તેવુ લાગી રહેલ છે. ફરીયાદ પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. પી.એસ.આઈ. સીદી તપાસ ચલાવી રહેલ છે.

(3:53 pm IST)