Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

ત્રીજા ટ્રકે પાછળથી ઠોકર મારતા આગળના બે ટ્રક વચ્ચે દબાઇ જતા મુસ્લીમ શખ્સનું મોત

ખંભાળીયા, તા., રરઃ ભાણવડ રોડ પર અત્રેથી આઠ કી.મી. દુર ખોડીયાર માતાજીના મંદિર નજીક ટ્રક નંબર જીજે ૩ ટી ૪૦૭૦ના ચાલક રમેશભાઇ પાટડીયાએ આગળ જઇ રહેલ ટ્રક નંબર જીજે ૧ર ટી ૮૪૦૩ ને ઠોકર મારતા આગળ પડેલ એક ટ્રક વચ્ચે સાહેદ જુમાભાઇ આમદભાઇ હીંગોરા દબાઇ જતા ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન મરણ જતા મૃતકના સગા ઇશાભાઇ હીંગોરાએ આરોપી ટ્રક નંબર જી.જે. ૩ ટી ૪૦૭૦ ચાલક રમેશભાઇ પાટડીયા વિરૂધ્ધ નોંધાવતા પોલીસએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(3:36 pm IST)