Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

કચ્છના લેર ગામમાં ગૌહત્યાની સામે ભભુકતો રોષઃ ગામ બંધ-આવેદન

ભૂજ, તા. ૨૨ :. લેર ગામની સીમમાં થયેલ ગૌહત્યાની ઘટના બની હતી. જેના ભાગરૂપે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે કુકમા ગ્રામજન અને અખિલ ભારતીય ગૌરક્ષા મહાસંઘ દ્વારા ગામમાં બંધનું એલાન પાડવામાં આવ્યુ છે. આ બંધના એલાનમાં બધા સમાજના લોકો જોડાયા હતા. ત્યાર બાદ ગૌહત્યાના વિરોધમાં ગ્રામજનો દ્વારા કલેકટર અને એસપીને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતુ. આ મામલે ગ્રામજનો દ્વારા પોલીસ ઝડપથી કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં છે.

 

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા લેર ગામની સીમમાં ગાયની હત્યા કરવામાં આવી હતી. ગૌહત્યા બનાવને લઈને હિન્દુ, મુસ્લિમ સહિત તમામ સમાજના લોકોમાં રોષ લાગણી જોવા મળી છે.

ભૂજ તાલુકાના લેર ગામની સીમમાં થયેલ ગૌહત્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા છે. ગૌહત્યા બનાવ પગલે આજે કુકમા ગામને બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ગૌહત્યા ઘટનાની નીંદા કરી આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી હતી. ગૌહત્યાના બનાવમાં ઝડપથી આરોપીની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગૌહત્યા બનવા આજે કુકમા ગામ સજ્જડ બંધ રહેવા પામ્યુ હતું. કુકમા ગામના લોકો રોજગાર ધંધા બંધ રાખી ગૌહત્યા ઘટના વિરોધ નોંધાવ્યો હતો.

(3:26 pm IST)