Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

જામનગરના રાજમાર્ગ પર વગર વરસાદે પાણી... પાણી...

 જામનગર શહેરમાં મહાનગરપાલિકાનું તંત્ર ખાડે ગયું હોવાની અનુભૂતિ શહેરના પ્રજાજનો કરી રહ્યા છે ઠેર ઠેર ગંદકી, રખડતા ઢોરનો ત્રાસ પૂરતો ન હોય તેમ ગટરના ગંદા પાણી ઉભરાવવા પણ રોજીંદા બની રહ્યા છે. સફાઇ તંત્રની આળસના પરિણામે ઠેર-ઠેર આવી પરિસ્થિતિ જોવા મળે છે. આ તસ્વીરો શહેરના ત્રણબત્તીથી બેડીગેઇટ રોડ પરની છે. જ્યાં છાશવારે ગટરના ગંદા પાણી છલકાતા રહે છે. પ્રિ-મોન્સુન સિવાય કોઇ નિયમિત સફાઇ થતી ન હોવાથી શહેરમાં નર્કાગાર જેવી સ્થિતિ નિર્માણ પામે છે. (તસ્વીર :વિશ્વાસ ઠક્કર)

(12:43 pm IST)