Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

મોરબી મેડીકલ સ્ટોર્સની ચોરીમાં બે શખ્સો પકડયા :ચોરાઉ રકમ કબ્જે કરાઇ

તસ્વીરમાં પકડાયેલ બન્ને શખ્સો (નીચે બેઠેલા) સાથે એ ડિવીઝન પોલીસનો સ્ટાફ નજરે પડે છે.

મોરબી તા.૨૨ :મોરબીમાં ગત તા.૧૬/૧૨ ના રોજ સુપર ટોકીઝ પાસે આવેલ સંજીવની મેડીકલ સ્ટોર્સ માંથી ૪૦૦૦૦ રૂપીયા અજાણ્યા બે બાઈક સવાર શેમ્પુ આપો કહી નજર ચુકવીને લઇ ગયાની માલીક હિમતલાલ મોહનલાલ નગવાડીતા જાતે પ્રજાપતિ રહા.કુભાર શેરીમોરબી વાળાએ એ ડિવીઝન પોલીસમાં બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી જેમા બે શખ્સોને દબોચી લેવાયા છે.

પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ અને નાયબ પોલીસ અધિક્ષક બન્નો જોશીનાં માર્ગદર્શન હેઠળ એ ડિવીઝન પીઆઈ આર.જે.ચૌધરી,ડી સ્ટાફ પીએસઆઈ એમ.વી.પટેલ દ્વારા આજુબાજુનાં સીસીટીવી કેમેરા ચેક કરતા બે શખ્સોની શંકાસ્પદ હિલચાલ જણાતા પીએસઆઈ પ્રદિપસિંહ વાઘેલા તેમજ ડી સ્ટાફનાં નિર્મળસિંહ, રસીકભાઈ, કિશોરભાઈને સાંજે સીસીટીવીમાંના શખ્સો મોટરસાયકલ બાઈક લઈ નર્મદા હોલ પાસે કાલીકિ પ્લોટ નજીક ઉભા હોવાની બાતમીનાં આધારે ત્યા જઈ બે શખ્સોની શંકાને આધારે પોલીસ મથથકે લાવી અને કડક પુછપરછ કરતા તેમા એક મોહીન ઈસ્નમાલભાઈ ચાનિયા જાતે સંધી ઉ.વ.૧૮ અને બીજો અફઝલ મામદભાઈ ચાનિયા જાતે સંધી ઉ.વ.૨૦ રહે.બંન્ને રહે.નર્મદા હોલ પાસે કાલીકા પ્લોટ મોરબીવાળો હોવાનુ ખુલતા તેની તપાસ કરતા રોકડા રૂપીયા ૪૦૦૦૦ મળી આવ્યા હતાં. જેમા વધુ કડક તપાસ દરમ્યાન આ રૂપીયા સેજીવની મેડીકલમાં આચરેલ ચોરીનાં હોવાનું કબુલતા પોલીસે હિરોહોન્ડા મોટરસાયકલ બાઈક નં.જીજે ૩૬ એચ ૧૬૯૪ કિમત રૂપીયા ૩૦૦૦૦ મળી કુલ રૂપીયા ૭૦૦૦૦નાં મુદ્દામાલ સાથે બંન્ને શખ્સોની ધરપકડ કરી અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે માટે રિમાન્ડની માંગણી સાથે આવતીકાલે કોર્ટમાં રજુ કરવા એડિવીઝન પોલીસ દ્વારા તજવીજ હાથ ધરાવામા આવી છે.

(12:43 pm IST)