Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

મોરબી કોલેજ નજીક મેલડી માં ના મંદિરનું ડીમોલીશન સ્થગિત

મોરબી તા.૨૨ :મોરબીના સામાકાંઠે આવેલ એલ.ઈ.કોલેજ નજીક સુપ્રસિદ્ઘ મેલડી માતાજીનું મંદિર આવેલ હોય અને તે જમીન રેલ્વેની જમીન હોવાથી રેલ્વે તંત્ર દ્વારા નોટીસ પણ આપવામાં આવી હતી તેમજ આજ રોજ રેલ્વે તંત્ર દ્વારા મંદિર તોડી પાડવાનો હુકમ કરાયો હતો.તો આજે સવારથી જ મંદિરે રેલ્વે પોલીસ અને મોરબી બી.ડીવીઝન પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને સાથે સાથે મોરબીની ધર્મ પ્રેમી જનતાને જાણ થતા તેમાં રોષ જોવા મળ્યો હતો અને તે પણ બહોળી સંખ્યામાં મંદિરના પટ્ટાગણમાં ઉપસ્થિત રહ્યા હતા. જો કે મંદિરનું ડીમોલીશન રોકી દેવામાં આવ્યું હતું અને રેલ્વે તંત્ર દ્વારા જણાવ્યું હતું કે ઉપરથી હાલ પુરતી ડીમોલીશનની કામગીરી સ્થગિત કરવામાં આવી છે અને આગામી દિવસોમાં જે પણ કાર્યવાહી થશે તેની જાણ કરવામાં આવશે. આ સંભાળતાની સાથે જ લોકોમાં રોષ શાંત થયો હતો અને રાહતનો શ્વાસ લીધો હતો.

(12:42 pm IST)