Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

જુનાગઢમા ગુંડાગીરી-લુખ્ખાગીરી સામે અવાજ ઉઠાવતા બુટલેગરો પણ મહેન્દ્રભાઇને હરાવવા સામે આવ્યા'તા

જીતુભાઇ સોમાણીને પત્ર પાઠવતા અનિલ ઉદાણી

જુનાગઢ તા.૨૨:ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીને ભાજપના પૂર્વ નગર સેવક અનિલ પી.ઉદાણી (જૈન)ને પત્ર પાઠવીને જુનાગઢ-૮૬ વિધાનસભા મતવિસ્તારમાં ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઇ મશરૂને મળેલી હારના કારણો રજૂ કર્યા હતા.

અનિલ વી.ઉદાણીએ વધુમાં જણાવ્યુ છે કે મહેન્દ્રભાઇ ચુસ્ત હિન્દુવિચારધારાને કારણે મુસ્લિમ મતદારોએ મતના આપ્યા. મહૈન્દ્રભાઇએ ગુંડાગીરી અને લુખ્ખાગીરી સામે જેહાદ ચાલુ કરવાને કારણે બુટલેગરો પણ મશરૂભાઇની સામે ખુલ્લેઆમ હરાવવા સામે આવ્યા.

જૂનાગઢ મહાનગરમાં ભાજપનાં જ કહેવાતા આગેવાનો અને કેટલાક નગરસેવકો અને હોદેદારોની નિષ્ક્રીયતાથી પણ આ ચુંટણીમાં હરાવવા મેદાને આવ્યા હતા.

ઉપરોકત કારણોસર જૂનાગઢના ૨૨ વર્ષથી લોકસેવક અને વર્તમાન ભાજપા ઉમેદવાર શ્રી મહેન્દ્ર મશરૂ પરાજીત થયેલ છે તેમ મારૃં વ્યકતીગત માનવું છે. આ અંગે ન્યાયીક પ્રમાણીક તપાસ કરી યોગ્ય કરવા અંંતમાં અનિલ પી ઉદાણીએ જણાવ્યુ છે.

(12:42 pm IST)