Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

જામનગરમાં સીટી આર્કેડના પાર્કિગમાંથી દારૂ સહિત રૂ.૪.૪૮ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ

જામનગર તા.૨૨:પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળ નાઓના માર્ગદર્શન તથા એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી આર.એ.ડોડીયાની સુચના મુજબ એલ.સી.બી.સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

એલ.સી.બી. સ્ટાફના પોલીસ કોન્સ. મિતેશભાઇ પટેલ તથા નિર્મળસિંહ બી.જાડેજાને ખાનગીને બાતમી રાહે હકિકત મળેલ કે, જામનગર શહેરમાં સીટી આકેર્ડના પાર્કિગમાં આરોપી રાજુભા પ્રતાપસિંહ પરમાર રહે.રાંદલનગર, જામનગર વાળો પોતાની હુન્ડાઇ વર્નાકાર નં.જી.જે.૧૦ બીજી ૧૨૨૨ માંથી એકટીવા નંબર-જીજે-જે.૧૦ બીએમ ૦૬૫૩ મા ઇગ્લીશ દારૂની બોટલો ભરી વેચાણ કરે છે.તેવી ચોક્કસ હકિકત મળતા રેઇડ કરતા મજકુર રાજુભા પ્રતાપસિંહ પરમારના કબ્જાના બન્ને વાહનમાં ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-૧૧૭ ફોર વ્હીલ કાર.એકટીવા મોબાઇલ ફોન મળી કુલ રૂ.૪,૪૮,૦૦૦નો મુદામાલ કબ્જે કરી,ધરપકડ કરેલ મજકુરને આ ઇંગ્લીશ દારૂનો જથ્થો લાખાભાઇ રબારી રહે.રાણપર ગામ તા-ભાણવડ વાળાએ સપ્લાય કરેલ હોય મજકુર વિરૂધ્ધ એ.એસ.આઇ વશરામભાઇ આહિરએ ફરીયાદ આપતા પો.સબ ઇન્સશ્રી વી.એમ.લગારીયાએ આરોપી વિરૂધ્ધ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આ દારૂનો જથ્થો સપ્લાય કરના લાખાભાઇ રબારી રહે. રાણપર તા.ભાણવડ વાળાને ફરારી જાહેર કરેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી આર.એ.ડોડીયાની સુચના મુજબ પો.સ.ઇ શ્રી વી.એમ.લગારીયા, તથા એલ.સી.બી.સ્ટાફના રામભાઇ સગર, જયુભા ઝાલા, વસરામભાઇ આહીર બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, કરણસિંહ જાડેજા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ ડાંગર, નિર્મળસિંહ બી.જાડેજા.મીતેશભાઇ પટેલ. હરદીપભાઇ ધાધલ, ભગીરથસિંહ સરવૈયા, નિર્મળસિંહ એસ.જાડેજા દિનેશભાઇ ગોહીલ, કમલેશભાઇ ગરસર, એ.બી.જાડેજા, અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(12:42 pm IST)