Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

ગોંડલમાં પ્લોટ આપવાના બહાને છેતરપીંડીઃ જીવરાજ પરમાર સામે ફરીયાદ

રાજકોટ, તા., રરઃ ગોંડલમાં પ્લોટ આપવાના બહાને છેતરપીંડી કરી ધમકી અપાતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ  ગોંડલ ભગવતપરામાં રહેતા ઘેલાભાઇ પમાભાઇ સોલંકી (રહે. ભગવતપરા)એ આરોપી જીવરાજ ચના પરમાર સામે ગોંડલ સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ ફરીયાદીને પ્લોટ આપવાનો વિશ્વાસ આપી ૧.૯પ લાખમાં બે ચેક લઇ લીધા હતા. જે પૈકી એક ચેકમાં તારીખ અને વર્ષમાં ફેરફાર કરી વટાવી લીધો હતો અને પ્લોટ પણ ન આપી છેતરપીંડી કરી હતી. તેમજ ફરીયાદીએ આરોપીને આપેલ રોકડા ર.૧પ લાખની ઉઘરાણી કરતા ધમકી આપી હતી.

આ ફરીયાદ અન્વયે ગોંડલ પોલીસે ૪૦૬, ૪ર૦, ૩૪, પ૦૬(ર) મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:42 am IST)