Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

સુરેન્દ્રનગરમાં જુનાગઢ-દિયોદર એસ.ટી. બસમાં આગ લાગતા નાસભાગ : ૬પ મુસાફરોનો બચાવ

વઢવાણ, તા. રર : સુરેન્દ્રનગરમાં જોરાવરનગર-રતનપર પાસે આવેલા સરકીટ હાઉસ પાસે જુનાગઢથી દિયોદર જતી બસમાં અચાનક ચાલુ બસે વાયરીંગ શોર્ટ સરકીટ થયા બાદ અચાનક આગ લાગતા બસમાં મુસાફરો કરી રહેલા ૬પ જેટલા મુસાફરોમાં ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.

જોરાવરનગર પોલીસ તેમને જાણકારી અપાતા જોરાવરનગર પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી જઇ અને ડ્રાઇવરના નિવેદનના આધારે હાલ ફરીયાદ નોંધવામાં આવેલ છે. જયારે આ બસ સળગવા અંગેની જાણકારી સુરેન્દ્રનગર શહેરના એસ.ટી. ડેપો મેનેજરને જાણકારી આપવામાં આવતા ડેપો મેનેજર શ્રી અગ્રવાલ પણ આ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતાં.

જુનાગઢથી દિયોદર જતી બસના ડ્રાયવર રાજેશ ચુનીલાલ સિંધવે જોરાવરનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે ત્યારે જુનાગઢથી દિયોદર જતી બસને રતનપર બાયપાસ પાસે સરકીટ હાઉસ પાસે બસમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા ૬પ જેટલા પેસેન્જરોમાં ભારે અફડા તફડીનો માહોલ છવાયો હતો, પરંતુ મુસાફરો બારી અને દરવાજા કુદી બહાર આવી જતા કોઇ જાનહાની થયેલ નથી, પરંતુ બસ સાવ સળગી ખાખ થઇ જવા પામેલ છે ત્યારે ૬પ મુસાફરોનો આબાદ બચાવ થવા પામ્યો છે અને હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

(11:41 am IST)