Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

ધોરાજીના મોટી મારડના સરપંચ સામે દુષ્કર્મની ફરીયાદનાં વિરોધમાં બીજે દિ' ગામ બંધ

બે મહિલાની અરજી ફગાવી દેતા ગોંડલ જેલહવાલેઃ ગ્રામજનો દ્વારા ડે. કલેકટર કચેરીમાં રજુઆત

ધોરાજી, તા., રરઃ  મોટી મારડ ગામના સરપંચ અને બે મહિલાઓ વિરૂધ્ધ દુષ્કર્મ અને જાનથી  મારી નાખવાની ધમકી સાથે આજ ગામની પટેલ પરણીતાએ પાટણવાવ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પાટણવાવા પોલીસે બે મહિલાઓને મદદગારીમાં ધરપકડ કરતા ગઇકાલે મોટી મારડ ગામ સજ્જડ બંધ પાળ્યા બાદ આજે બીજા દિવસે પણ ગામે સજ્જડ બંધ પાળી વિરોધ નોંધાવી ધોરાજી  ડે. કલેકટરને ગ્રામજનો રજૂઆત કરવા દોડી આવ્યા હતાં.

માટી મારડ ગામના સરપંચ  જગદીશભાઇ અધડુક વિરૂધ્ધ  આજ ગામની  પટેલ પરણીતા એ દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકી સાથે અને બે મહિલાઓ મદદગારીમાં રહેલ જેના વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા આજે પાટણવાવ પોલીસે ગંભીર  ફરીયાદ ના આધારે મોટી મારડ ગામે આરોપીઓની ધરપકડ કરવા જતા સરપંચ જગદીશ અધડુક નાસી જતા અને બે મહિલા ઓ ઝડપાઇ જતા પાટણવાવ પોલીસ સ્ટેશન ખાતે લઇ ગયેલ જે  ઘટનાના ઘેરા પડઘા પડતા મોટીમારડ ગામ તાત્કાલીક બંધ પાડયો હતો.

અને જયાં સુધી મહિલાઓને છોડવામાં નહી આવે ત્યાં સુધી  મોટી મારડ ગામ બંધ રહેશે જે બાબતે પાટણવાવ પોલીસે બન્ને મહિલાઓને  ગઇ રાત્રીના ધોરાજી કોર્ટમાં રજુ કરતા અને બચાવ પક્ષે જામીન અરજી મુકતા ધોરાજી કોર્ટએ ગંભીર ગુનામાં જામીન અરજી નામ મંજુર કરી જેલ હવાલે કરતા પાટણવાવ પોલીસ બન્ને મહિલા આરોપીઓને ગોંડલ મહિલા જેલ ખાતે રાત્રીના મુકવા ગયેલ હતી.

ઉપરોકત ઘટનાની ગંભીર નોંધ લઇ પાટણવાવ પોલીસ વિરૂધ્ધ મોટી મારડ ગામે આજે સતત બીજા દિવસે ગામ સજ્જડ બંધ પાળી વિરોધ નોંધાવેલ હતો.

અને આજે મોટી મારડના ગ્રામજનો મોટી સંખ્યામાં ધોરાજી ડે. કલેકટર કચેરી અને રજુઆત કરવા દોડી ગયા હતા. અને ડે. કલેકટર કચેરી ખાતે રજુઆતમાં જણાવેલ કે જે મહિલાએ સરપંચ અને બે મહિલાઓ વિરૂધ્ધ ફરીયાદ કરેલ છે. તે તાત્કાલીક તટસ્થ તપાસ કરાવવા માંગણી કરેલ ફરીયાદ ખોટી લખાવેલ છે જે બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે રજુઆત કરેલ હતી અને જયાં સુધી મહિલાઓને છોડવામાં નહી આવે ત્યાં સુધી મોટી મારડ ગામ બંધ રહેશે તેમ ગ્રામજનોએ જણાવેલ હતું.

(11:41 am IST)