Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

પારો ઉપર જતા સૌરાષ્ટ્ર - કચ્છમાં ગુલાબી ઠંડી

લઘુતમ તાપમાનમાં વધારોઃ આછા વાદળા સાથે મિશ્ર હવામાનનો માહોલ

રાજકોટ તા.૨૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો માહોલ ઘટતા લોકોને રાહત મળી છે અને મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે

મિશ્ર રૂતુના માહોલ સાથે લોકોને ઠંડી અને ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે.

છેલ્લા થોડા દિવસો પહેલા કડકડતી ઠંડીએ બોકાસો બોલાવી દીધા બાદ ઠંડીમાં રાહત મળી છે અને લોકો પણ હવે મોડી રાત્રી સુધી ઘરની બહાર જોવા મળે છે.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ફરી ટાઢોડાના માહોલ શરૂ થયો છે તો આગામી બે દિવસોમાં કાતિલ ઠંડીનો સૌર શરૂ થવાની આગાહી સાથે દિવસભર તેજ ગતિએ ફુંકાતી શીત લહેરથી લોકોને તીવ્ર ઠંડીનો અહેસાસ થતો જોવા મળતો હતો.

ચાલુ વર્ષ આ આમ તો ઉનાળો અને ચોમાસુ લાંબો સમય ચાલ્યા બાદ અંતે હજુ સુધી શિયાળાનું આગમન વિધિવત થયુ નથી. દિવાળી બાદ પણ એકાદ બે વાર વરસાદી માહોલ બની રહ્યા બાદ ચાલુ સપ્તાહમાં ફરીને વાતાવરણમાં બદલાવ આવ્યો હતો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ફરીને સોમવારથી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં વાદળછાયુ વાતાવરણ બની રહ્યુ હતું.

જેની અસર હેઠળ ઠંડી જાણે ગાયબજ થઇ ગઇ હોય તેમ દિવસે ગરમી અને રાના બફારાનો માહોલ જોવા મળતો હતો. દિવસનું તાપમાન ૩૦ ડીગ્રી નજીક અને ન્યુનતમ તાપમાન ૧૫ ડીગ્રી ઉપર પહોંચી જતા મિશ્ર ઋતુને કારણે લોકો સવારે ખુશનુમા હવામાનનો અનુભવ કરતા જોવા મળતા હતા.દરમિયાન વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પસાર થઇ જતાની સાથે જ હવામાન ુલ્લુ થવા લાગ્યું હતું. જોકે આજે પણ દિવસભર આકાશમાં વાદળાઓની અવરજવર ચાલુ રહી હતી છતા પણ દિવસભર સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ૧૦થી રપ કિ.મી. પ્રતિકલાકની ઝડપે ફુંકાયેલા ઉત્તર પૂર્વના ઠંડા પવનની અસરથી ટાઢોડાનો અનુભવ લોકોને થવા લાગ્યો હતો તો હવામાન ખુલ્લુ થતું હોવાથી આગામી બે દિવસમાં કાતીલ ઠંડી શરૂ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

રાતભર ઉત્તર પૂર્વના પવનની અસર હેઠળ આજે વહેલી સવારે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની ન્યુનતમ તાપમાનમાં બેથી ચાર ડીગ્રીનો ઘટાડો નોંધાયો હતો.

રાજકોટ

રાજકોટમાં સતત ત્રણ દિવસ મિશ્ર હવામાનનો માહોલ બની રહ્યા બાદ ગઇકાલથી ફરી પવનની દિશા બદલીને ઉતર પૂર્વની શરૂ થતા જ શહેરમાં ઠંડકનો અનુભવ શરૂ થયો હતો. તો તેજ ગતિના પવનની અસર હેઠળ ન્યુનતમ તાપમાન બે ડીગ્રી જેટલું ઘટીને ૧પ.૦ ડીગ્રી નોંધાયું હતું. હવામાં સવારે ૬૧ ટકા અને ભેજ નોંધાયો હતો.

આજે સૌથી નીચુ તાપમાન વલસાડ ૧૧.૬ ડિગ્રી ડીસા ૧૩.ર ડિગ્રી, ભાવનગર-ગાંધીનગર ૧૪.૦ નલીયા ૧૪.ર, ભુજ ૧૪.૩, વડોદરા,૧૪.૪, અમરેલી-અમદાવાદ ૧૪.૬ ડિગ્રી, રાજકોટ ૧પ.૦ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં લઘુતમ તાપમાનમાં વધારો થયો છે અને આછા વાદળા સાથે મિશ્ર હવામાનનો માહોલ છવાયેલો છે.

સોરઠમાં ટાઢોડુ

જૂનાગઢઃ જૂનાગઢ સહિત સોરઠમાં આજે સવારથી ટાઢોડુ રહેતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

આજે સવારે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧૬ ડીગ્રી નોંધાયુ હતું, પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૧ ટકા રહેતા હવામાન ઠંડુગાર રહ્યુ હતું.

સવારે ૩.૨ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાતા લોકો ઠીંગરાયા હતા.

જૂનાગઢના ગિરનાર પર્વત ખાતે આજની ઠંડી ૧૧ ડીગ્રી  રહી છે. ઠંડી વચ્ચે પણ ગિરનારના મુલાકાતીઓની અવરજવર અને ગિરનાર સ્પર્ધાની તૈયારી કરતા સ્પર્ધકોની પ્રેકટીસ યથાવત રહી છે.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ

તાપમાન

ગીરનાર પર્વત

૧૧.૦ 

ડિગ્રી

વલસાડ

૧૧.૬

ડિગ્રી

ડીસા

૧૩.ર

ડિગ્રી

ભાવનગર

૧૪.૦

ડિગ્રી

ગાંધીનગર

૧૪.૦

ડિગ્રી

નલીયા

૧૪.ર

ડિગ્રી

ભુજ

૧૪.૩

ડિગ્રી

વડોદરા

૧૪.૪

ડિગ્રી

અમરેલી

૧૪.૬

ડિગ્રી

અમદાવાદ

૧૪.૬

ડિગ્રી

રાજકોટ

૧પ.૦

ડિગ્રી

સુરેન્દ્રનગર

૧પ.૩

ડિગ્રી

વલ્લભવિદ્યાનગર

૧પ.૦

ડિગ્રી

જામનગર

૧૫.૫

ડિગ્રી

ન્યુકંડલા

૧૬.૦

ડિગ્રી

દિવ

૧૬.૪

ડિગ્રી

મહુવા

૧૬.૭

ડિગ્રી

સુરત

૧૭.૬

ડિગ્રી

દ્વારકા

૧૭.૮

ડિગ્રી

(11:41 am IST)