Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

માળીયા મિંયાણાનાં એડવોકેટ - પત્રકાર રજાક બુખારી સહિત ૩ને નેશનલ ગૌરવ

માળીયા મિંયાણા તા.૨૨ :ઈલેકટ્રોનીક પ્રિંન્ટ મીડીયાનાં પત્રકાર અને મોરબી બાર એસોસિએશનનાં યુવા ધારાશાસ્ત્રી સહીત ત્રણને દિલ્હી ભવન ખાતે યોજાયેલ નેશનલ ગૌરવ એવોર્ડ સમારોહમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જેમા ઈન્ડિયન બ્રેવ હાર્ટસ સંસ્થા દ્વારા ભારતીય ઉત્સવ ની ઉજવણીનાં ભાગરૂપે દિલ્લી ભવન ખાતે નેશનલ ગૌરવ એવોર્ડ સમારોહ ૨૦૧૭નું આયોજન કરવા માં આવ્યુ હતું. આ કાર્યકમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચલાવવામાં આવતા નવી સોચ નવી ઉમ્મીદ અંતર્ગત સમગ્ર ભારતમાં થઈ રહેલા વિકાસને ધ્યાને લઈ ૧૨ રાજયનાં ૩૫ વિવિધ કેટેગરીનાં સામાજિક કાર્યકરો તથા પત્રકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ભારતની જાણીતી સંસ્થા અને કંપનીઓના મહાનુભાવોની ઉપસ્થિતમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતાં.

જેમાં માળીયા મિંયાણાનાં યુવા ધારાશાસ્ત્રી અને ઈલેકટ્રોનીક પ્રિંન્ટ મીડીયાનાં પત્રકાર રજાકભાઈએ બુખારી તેમજ મોરબી વિસીપરા વિસ્તારમાં રહેતા અને સામાજિક કાર્યકર તરીકે કામ કરતા મોવર થારૂભાઈ કરીમભાઈ તથા માળીયા મિંયાણા તાલુકાનાં ભાવપર ગામનાં વતની અરવિંદભાઈ ધામેચા સહીતને મોરબી જીલ્લાનાં ત્રણ સામાજિક કાર્યકર અને પત્રકારને દિલ્લી ભવનમાં નેશનલ ગૌરવ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે દિલ્લી ન્યુઝ એજન્સીએ મોરબી અને કચ્છ જીલ્લાનાં ઓથોરાઈડ પત્રકાર તરીકે મોરબી માળીયાનાં નીડર નિષ્ઠાવાન નિષ્પક્ષ નિષ્ઠાપૂર્વક પત્રકારત્વ ક્ષેત્રમાં પ્રજાની સમસ્યા ઓને વાચા આપી લોકોની સમસ્યાઓને મુળથી નાબુદ કરવા બુલંદ અવાજ સાથે તટસ્થ કામગીરી કરી પત્રકાર તરીકેનો ઈમાનદારી પુર્વક ધર્મ નિભાવી લોકોની સાથે ખંભેખંભો મિલાવી મદદરૂપ થતા જાગૃત પત્રકાર રજાક.એ.બુખારી સાહેબની દિલ્લી ન્યુજ એજન્સીનાં પત્રકાર તરીકે નિમણુંક થતા મોરબી માળીયા પંથક ના લોકોએ હર્ષની લાગણી અનુભવી છે.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત માળીયા મિંયાણા તાલુકામાં રહી અભ્યાસ કરી પત્રકાર તરીકે ઘણા સમય થી માળીયા તાલુકાની પ્રજાનાં પ્રશ્ર્નોને વાચા આપી કાયમી માટે લોકોને સાથસહકાર પુરો પાડ્યો છે. ઉપરાંત એડવોકેટ પ્રેકિટસ અને લાંબા સમય થી સોશિયલ વર્કનું કામ કરી ગરીબ લોકોનાં કામને વાચા આપી અનેક કામ ઉકેલી મદદરૂપ થયા છે. તાજેતરમાં જ માળીયા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળનાં પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વર્ષો થી પત્રકાર તરીકે ફરજ બજાવતા રજાકભાઈ બુખારીએ પ્રજાનાં અનેક પ્રશ્ર્નોને વાચા આપી સમસ્યાઓ દુર કરી છે. જે હાલ પ્રિન્ટ એન્ડ ઈલેકટ્રોનીક મીડીયા થકી ન્યુઝ ચેનલોનાં માધ્યમ થી પ્રજાનાં પ્રશ્ર્નોમાં પ્રાણ પુરે છે. જેની આજે નેશનલ લેવલે દિલ્લીની ન્યુઝ એજન્સીમાં મોરબી અને કચ્છ જીલ્લાનાં ઓથોરાઈડ પત્રકાર તરીકે રજાકભાઈ તથા અરવિંદભાઈ ધામેચાને તા.૧૬ ડિસેમ્બરનાં રોજ દિલ્લી ભવન ખાતે યોજાયેલ નેશનલ ગૌરવ એવોર્ડ સમારોહમાં એવોર્ડ એનાયત કરાયો હતો. આમ પછાત તાલુકામાં તમામ ક્ષેત્રે ઉપસી આવેલ રજાકભાઈ બુખારી એ સમ્રગ મુસ્લિમ સમાજ તેમજ બુખારી પરીવારનું ગૌરવ વધારેલ છે. જેમને પરીવારજનો મિત્રો અને સગાવ્હાલાઓ સહીતે શુભેચ્છા પાઠવી હતી.

(11:38 am IST)