Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

દામનગરમાં લોકોએ મુકેલા વિશ્વાસને સાર્થક કરવાનુ વચન આપતા વિરજીભાઇ ઠુંમર

દામનગર તા. રર :લાઠી-બાબરા વિસ્તારના ચૂંટાયેલ ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરનુ વિજય સરઘસ દામનગર શહેરમાં નિકળેલ હતું.

આ વિજય સરઘસમાં પૂર્વ તા.કોંગ્રેસ પ્રમુખ શામજીભાઇ લાઠી તા. કોંગ્રેસ મહામંત્રી રાજુભાઇ નારોલા શહેર પ્રમુખ કનુભાઇ બોખા, ઉપપ્રમુખ જીજ્ઞેશભાઇ ઠાકર, છોઠાભાઇ મોવણ, રફીકભાઇ હનાણી, હારૂનભાઇ ડેરૈયા, જયેશભાઇ શાહ, તોફીર શેખ, પૂર્વ કૃષી મંત્રી બેચરભાઇ ભાદાણી, નીરંજ જયપાલ, હરેશભાઇ સીંધવા સુરેશભાઇ ચુડાસમા વિ. દામનગરના શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય વિરજીભાઇ ઠુમ્મરે જણાવેલ કે તમોએ મુકેલ વિશ્વાસ સાથર્ક કરવા વધારેમાં વધારે પ્રયત્ન કરીશ.

(11:37 am IST)