Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

ગીર સોમનાથ જિલ્લામાં લોક અદાલતમાં ૮૧૮ કેસોનો નિકાલ

     ગીર સોમનાથ તા. ૨૨ :રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તથા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ ગીર સોમનાથ જિલ્લા દ્રારા તા.૧૭ ના રોજ યોજાયેલ લોક અદાલતમાં ૮૧૮ કેસોનો નિકાલ થયો હતો. પ્રિલીટીગેશન કેસો-૨૭૮, પેન્ડીંગ કેસો-૩૦૯, સ્પેશીયલ સીટીંગ કેસો-૨૩૧ નો બંન્ને પક્ષકારો વચ્ચે સુખદ સમાધાનથી કેસોનો નિકાલ કરાયો હતો.

પ્રિ-લીટીગેશન કેસો તથા પેન્ડીંગ કેસો માટે નેશનલ લોક અદાલતમાં ચેક રિર્ટનના કેસ, બેન્ક લેણાના કેસ, વાહન અકસ્માતના કેસ, લેબર કેસ, વીજબીલ ને લગતા કેસ, પાણીબીલ ને લગતા કેસ, સર્વિસ મેટર, રેવન્યુ મેટર, લગ્નસંબંધી કેસ, જમીન સંપાદનને લગતા કેસોનો નિકાલ કરાયો હતો. તેમ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સેક્રેટરી એ.એમ.પાટડીયાની યાદીમાં જણાવાયું છે.

(11:36 am IST)