Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

દાઉદી વ્હોરા સમાજમાં લગ્નમાં એક મિઠાઇ, સાદો શણગાર અને બેન્ડવાજા ઉપર પ્રતિબંધઃ સૈયદના સાહેબ

જસદણ તા. રર :વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂએ ત્રણ મહતવના નિર્ણયો કરતા માંડમાંડ સંસાર ચલાવતા સમાજના ગરીબોમાં રાજીપો છવાયો છે.

પ૩માં હાઇ ડો.સૈયદના અબુ જાફરૂસ્દાીક આલીકદર મુફદ્લભાઇ સાહેબ ''ફૈફુદીન'' (ત.ઉ.શ.) આજના મોંઘવારી બેકારીના જમાનાાં એવા મહત્વના નિર્ણયો લેતા જેનો સમાજએ અમલ પણ શરૂ કરી દેતા ભવિષ્યમાં આ નિર્ણયો ગરીબોને રાહતરૂપ નહી પણ તેમનું ભવિષ્ય ઉજળુ બનશે ડો.સૈયદના સાહેબએ લગ્નપ્રસંગે ફકત એક મીઠાઇ અને ડોકેરશન સાદુ બેન્ડવાજા પર પ્રતિબંધ અત્યંત સાદાઇથી લગ્ન કરવા ભાર મુકયો છે. બીજો નિર્ણય એ લેવામા આવ્યો છે. કે જમવાનું વ્હોરા મવાઇદમાં આપવામાં આવે છે તે જમણ સમાજના ગરીબ અને જરૂરીયાતમંદ સુધી પહોંચાડવાનો ત્રીજો નિર્ણય એ લીધો છે કે સમાજના રોજબરોજના ઉપયોગમાં આવે છે.તે વસ્તુઓ ન હોય તેને આપવી જે લોકો ભાડાના મકાનમાં રહે છે.ભાડુ પણ ભરવાની ત્રેવડ ધરાવતા નથી આવા વ્યકિતઓનો ઉંડો અભ્યાસ કરવા માટે સૌરાષ્ટ્ર કેટલાક ગામોમાં ડો. સૈયદના સાહેબ ખાસ નિયુકત કરેલી એક ટીમ હાલ સમાજના ઘેરઘેર નીકળી છ.ે

તેઓ કયાં ગામ, શહેરમાં ખરેખર ગરીબ કોણ છે ? તે સ્થાનિકોને સાથે રાખી સર્વે કરી રીપોર્ટ તાજદાર ડો. સૈયદના સાહેબને સોંપશે મોટા ભાગે આ નિર્ણયોનો અનુયાયીઓએ અમલ પણ શરૂ કરી દીધો છે.

આમેય હિઝ હોલીનેશ ડો. સૈયદનાનો પડયો બોલ ઝીલાય છ.ે ત્યારે મહત્વના આ નિર્ણયો સમાજને હિતકારી નહી પરંતુ પૈસાના વ્યવ થતો અટકશે અને ગરીબોના જીવનમાં અજવાળુ પાથરશે.

(11:35 am IST)